Site icon Revoi.in

દિલ્હીમાં ઠંડીનો કહેર – આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં ભઆરે ઠંડી અને શીતલહેર જોવા મળી રહી છે,લોકો ઠંડીમાં કાપી રહ્યા છે ત્યારે આગામી 3 દિવસ સુધી ઠંડીમાં રાહતની કોઈ જ સંભાવના નથી.

ઉલ્લેખનીય છે કે પહાડી પ્રદેશોમાં ભારે બરફ વર્ષાની અસર મેદાની વિસ્તારો પર ઠંડીના રુપે જોવા મળી રહી છે.હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત દિલ્હી-NCRમાં ત્રણ દિવસ શીતલહેર અને ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દ શનિવારથી જ ગાઢ ધુમ્મસ અને ઠંડીની અસર જોવા મળશે. પરંતુ 15 જાન્યુઆરીથી અસ્થિર ઠંડીની અસર શરૂ થશે. હવામાન વિભાગે 17, 18 અને 19 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવની  આગાહી કરી છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધવામાં આવશે.

પહાડી પ્રદેશોમાં ભારે બરફ વર્ષાની અસર મેદાની વિસ્તારો પર ઠંડીના રુપે જોવા મળી રહી છે.હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત દિલ્હી-NCRમાં ત્રણ દિવસ શીતલહેર અને ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે..આ દરમિયાન લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી પહોંચી જશે. જ્યારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રીથી પણ ઓછું થઈ શકે છે. દિલ્હી-NCRમાં 48 કલાકમાં હવામાન વધુ ઠંડું થવાની આગાહી કરાી છે.

Exit mobile version