Site icon Revoi.in

ઉત્તરભારમાં વધશે ઠંડી, હવામાન વિભાગનું એલર્ટ, દિલ્હીમાં હળવા વરસાદની શક્યતાઓ

Social Share

દિલ્હી-  દેશમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે હિમાચલ અને જમ્મુ માં બફર વર્ષાના કારણે તેની અસર મેદાની વિસ્તારો પર જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સહીત ઉત્તરપ્રદેશ અને દિલ્હી,હરિયાણામાં આગામી દિવસોમાં ભારે ઠંડીની આગાહી કરાઈ છે જો કે હાલ પણ આ વિસ્તારોના લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશની જો વાત કરીએ તો  હવામાન વિભાગે રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદની આગાહી કરી છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રએ કરેલી આગાહી મુજબ ઠંડીમાં હાલ  કોઈ રાહત મળશે નહીં. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 12-13 જાન્યુઆરીએ ઝરમર વરસાદ પડી શકે છે. લખનૌમાં પણ વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. મોટાભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ રહેશે.

આ સહીત પંજાબ  અને રાજસ્થાનમાં કોલ્ડવેવથી રાહત મળવાની કોઈ આશા નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે હવામાનની પેટર્ન ફરી એકવાર બદલાતી જોવા મળી રહી છે અને ઠંડા પવન ફૂંકાવા લાગ્યા છ.
 હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની ચેતવણી જારી કરી છે, તાપમાનનો પારો ખૂબ નીચે જઈ શકે છે. ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારોમાં અત્યારે ઠંડી પડી રહી છે. લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં ગાઢ ધુમ્મસ પણ લોકોને પરેશાન કરી રહ્યું છે. દિલ્હીથી યુપી-બિહાર સુધી સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે.