- દિલ્હીમાં હળવા વરસાદની શક્યતાઓ
- ઉત્તરભારતમાં કાતિલ ઠંડી
દિલ્હી- દેશમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે હિમાચલ અને જમ્મુ માં બફર વર્ષાના કારણે તેની અસર મેદાની વિસ્તારો પર જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સહીત ઉત્તરપ્રદેશ અને દિલ્હી,હરિયાણામાં આગામી દિવસોમાં ભારે ઠંડીની આગાહી કરાઈ છે જો કે હાલ પણ આ વિસ્તારોના લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે.
ઉત્તરપ્રદેશની જો વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદની આગાહી કરી છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રએ કરેલી આગાહી મુજબ ઠંડીમાં હાલ કોઈ રાહત મળશે નહીં. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 12-13 જાન્યુઆરીએ ઝરમર વરસાદ પડી શકે છે. લખનૌમાં પણ વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. મોટાભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ રહેશે.

