Site icon Revoi.in

અમદાવાદમાં પોલીસ કમિશનરે 51 પીઆઈની કરી સાગમટે બદલી, PCBમાં મુકેશ ચૌધરી મુકાયા

Social Share

અમદાવાદઃશહેર પોલીસ કમિશનર G S મલિકે શહેરના પોલીસ ઈન્સ્પેક્ટરોની સાગમટે બદલીઓનો ગંજીપો ચીપ્યો છે. એકસાથે 51 પીઆઈની બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોટાભાગે લીવ રીઝર્વમાં રહેલા અને ઘણા સમયથી પોસ્ટિંગ નહીં મળેલા પોલીસ ઇન્સ્પેક્ટરને બહાર લાવવામાં આવ્યા છે. ઘણા સમયથી ઇન્ચાર્જથી ચાલતા પીસીબીમાં વાસણાના પીઆઈ મુકેશ ચૌધરીને મૂકવામાં આવ્યા છે. જ્યારે સોલા પીઆઇને ટ્રાફિકમાં ખસેડવામાં આવ્યા છે. જેની પાછળ તાજેતરમાં સોલાની હદમાં થયેલા તોડકાંડની અસર થઈ હોવાની ચર્ચા છે. બીજી તરફ ઘણા પીઆઇ પોસ્ટિંગથી વંચિત હતા તેમને પોસ્ટિંગ મળ્યું છે.

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર GS મલિકની નિમણૂક થયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થશે એવી અટકળો ચાલતી હતી. પોલીસ કમિશનર દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટરોને મેરીટના આધારે પોસ્ટિંગ આપવામાં આવ્યું હોય એવુ બદલીઓના લિસ્ટ પરથી જોવા મળી રહ્યું છે. તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે તેમના એસીઆર અને તેમની કામગીરીની વિગતો મગાવવામાં આવી હતી. જેના આધારે ઘણા સમય બાદ પોસ્ટિંગ નહીં મેળવેલા પીઆઈને બહાર લાવવામાં આવ્યા છે. પીઆઈની નોકરીનો રેકોર્ડ તપાસીને તેમની કાર્યદક્ષતા મુજબ પોસ્ટિંગ અપાયુ છે.

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યાના બે મહિનામાં જ જીએસ મલિકે એકસાથે 51 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી છે. જેમાં મોટાભાગે લીવ રીઝર્વમાં રહેલા અને ઘણા સમયથી પોસ્ટિંગ નહીં મળેલા પોલીસ ઇન્સ્પેક્ટરને બહાર લાવવામાં આવ્યા છે. સોલા પીઆઇને ટ્રાફિકમાં ખસેડવામાં આવ્યા છે. જેની પાછળ તાજેતરમાં સોલાની હદમાં થયેલા તોડકાંડની અસર થઈ હોવાની ચર્ચા છે. બીજી તરફ ઘણા પીઆઇ પોસ્ટિંગથી વંચિત હતા તેમને પોસ્ટિંગ મળ્યું છે. જ્યારે ઘણા સમયથી ઇન્ચાર્જથી ચાલતા પીસીબીમાં વાસણા પોલીસ સ્ટેશનના પીઆઈ  મુકેશ ચૌધરીને મૂકવામાં આવ્યા છે. તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે તેમના એસીઆર અને તેમની કામગીરીની વિગતો મગાવવામાં આવી હતી. જેના આધારે ઘણા સમય બાદ પોસ્ટિંગ નહીં મેળવેલા પીઆઈને બહાર લાવવામાં આવ્યા છે. પોસ્ટિંગ મેળવી લીધેલા છે, તેમની પણ આ બદલીમાં નોંધ લેવામાં આવી છે અને તેમને જરૂરી પોસ્ટિંગ મળી ગયા છે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ શહેરમાં જેમ જેમ વિસ્તાર વધી રહ્યો છે એમ નવા પોલીસ સ્ટેશન બની રહ્યા છે. જ્યારે હવે બોડકદેવ પોલીસ સ્ટેશન બન્યા બાદ શહેરમાં 62 પોલીસ સ્ટેશન છે. તેમાં પણ ખાસ કરીને અગાઉ જે પોલીસ ઈન્સ્પેકટરો લોભ ,લાલચ કે ભલામણથી ગોઠવાયા હતા તેમને પણ કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે. હવે એકદમ પારદર્શી બદલીઓ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.