Site icon Revoi.in

કોમનવેલ્થ ગેમ્સ 2022: ભારતને 20મો ગોલ્ડ મેડલ મળ્યો,બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

Social Share

મુંબઈ:ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને પણ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની પ્રતિભાની ચમક પાથરી છે.લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના એનજી ટી યોંગને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.યોંગે કિદામ્બી શ્રીકાંતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને લક્ષ્યે હવે તેના ભારતીય સાથી ખેલાડીનો બદલો લીધો છે.લક્ષ્ય સેન પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો અને પ્રથમ વખત તેનું પ્રદર્શન શાનદાર રહ્યું.

ફાઈનલમાં લક્ષ્ય સેનની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પહેલો જ બોલ 19-21ના નજીકના માર્જિનથી ગુમાવ્યો હતો.બીજી ગેમમાં પણ તે 6-8થી પાછળ હતો પરંતુ તે પછી લક્ષ્યે શાનદાર રમત બતાવી બીજી ગેમ 21-19થી જીતી લીધી હતી.ત્રીજી ગેમમાં સેને ફરી મલેશિયાના ખેલાડી પર દબાણ બનાવ્યું અને અંતે સેને વિજય મેળવ્યો.સેને ત્રીજી ગેમ 21-16થી જીતી હતી.

માત્ર 20 વર્ષના આ ખેલાડીએ તેની ટૂંકી કારકિર્દીમાં એક છાપ છોડી છે.કોમનવેલ્થ ગેમ્સમાં જ આ ખેલાડીએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને હવે તે સિંગલ્સમાં ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો છે.લક્ષ્ય સેને આ વર્ષે થોમસ કપમાં પણ ટીમ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.તે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો છે.આ સિવાય તેણે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ જીત્યો છે.લક્ષ્યે યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ હાંસલ કર્યો છે.