Site icon Revoi.in

દર મહિને લોકો સામે સીધો સંવાદ કરી, બિન રાજકીય રીતે કોઈ રાજનેતા સમાજ જીવનમાં પરિવર્તન લાવ્યા હોય તે નરેન્દ્રભાઈ મોદી છેઃ રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ

Social Share

નડિયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ, ઇપકો વાળા હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના મન કી બાતના  100મા એપિસોડને નડિયાદ ખાતે  કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત નડિયાદના વિવિધ સંસ્થાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા આમ પ્રજા સાથે બેસી સાંભળ્યો હતો. મન કી બાત એપિસોડ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ કે વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત 100મો એપિસોડ રજૂ કર્યો હતો.

તે અંતર્ગત તેમણે જણાવ્યું કે મન કી બાતના સોમા એપિસોડને નડિયાદ ખાતે જનતાની ઉપસ્થિતિમાં સાંભળ્યો, 2014થી દર મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ અને આ કાર્યક્રમ થકી સીધો સંવાદ કર્યો હોય તેવા વિશ્વના પ્રથમ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. મન કી બાત કાર્યક્રમ શરૂ થયા બાદ દર મહિને 23થી 25 કરોડ લોકો કાર્યક્રમ સાંભળી પ્રેરિત થયા છે એમ જણાવી વધુમાં મંત્રીએ કહ્યું કે જે જગ્યાએ સરકાર કામ કરી શકતી નથી ત્યાં સમાજના સેવાભાવી વ્યક્તિઓ અથવા જૂથો કામ કરે છે અને તે પ્રેરણા મન કી બાતમાંથી મળી છે.

અગાઉ પદ્મશ્રી કોઈની ભલામણથી અપાતો પરંતુ પ્રથમવાર એવું બન્યું છે. સમાજમાં સમાજની સેવાનું કામ કરતા લોકોને પદ્મશ્રી વ્યક્તિગત કે સંસ્થાને અપાયો છે અને આ રીતે વિશ્વ કક્ષાએ વડાપ્રધાનની વિશ્વના નેતાઓમાં અલગ પ્રતિભા ઉભરી છે. પ્રધાનમંત્રી બિન રાજકીય સંવાદ કરી કોઈ રાજનેતાએ સમાજ જીવનમાં પરિવર્તન લાવ્યા હોય અને લોકોની શક્તિઓને બિરદાવી વ્યક્તિગત અથવા સંસ્થાગત હકારાત્મક સમાજની પ્રવૃત્તિઓ જન ભાગીદારીના માધ્યમથી થાય એવી પ્રેરણા આપનારા પ્રથમ નેતા છે એમ તેમણે જણાવ્યું હતું.