Site icon Revoi.in

સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી: નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરતા ત્રિપુરાના અગરતલા ખાતે જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,આઝાદીના આટલા દાયકાઓ દરમિયાન, કોંગ્રેસના શાસન દરમિયાન, પૂર્વોત્તર રાજ્યોની ક્ષમતા સાથે ન્યાય થયો નથી. અહીં સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી. પરંતુ આજે દિલ્હીમાં એક એવી સરકાર છે જે ઉત્તર પૂર્વ અને ત્રિપુરાના લોકો વિશે સતત વિચારે છે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીને ત્રિપુરાના મુખ્યમંત્રી ડો.માનિક સાહા અને અન્ય નેતાઓએ ઉષ્માભેર આવકાર્યા હતા.

અસમના નલબાડીમાં પ્રધાનમંત્રીએ જંગી સભાને સંબોધન કર્યું હતું. જેમાં વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમારી ઉપસ્થિતિથી 4 જૂનનો ચિતાર મેળવી શકાય છે. સાથે જ તેમણે “4 જૂન, 400 પાર”નું સુત્ર પણ આપ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “2014માં અમે તમારી વચ્ચે એક આશા લઈને આવ્યા હતા. 2019માં અમે એક વિશ્વાસ લઈને આવ્યા હતા અને 2024માં જ્યારે અમે આસામની ધરતી પર આવ્યા છે ત્યારે અમે ગેરંટી લઈને આવ્યા છીએ .” સાથે જ તેમણે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષોમાં ગરીબો માટે બીજા 3 કરોડ મકાનો બનાવવામાં આવશે. અને કોઈ ભેદભાવ વિના આપવામાં આવશે.
રામનવમીના પવિત્ર દિવસે પ્રધાનમંત્રીએ ડીડી ન્યૂઝના માધ્યમથી અયોધ્યામાં ભગવાન શ્રી રામના લલાટે થયેલા સૂર્યતિલકના દર્શનનું અદભુત્ દ્રશ્ય નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ક્ષણ ખૂબ જ ભાવુક કરી દેનારી હતી. અયોધ્યામાં આ રામનવમીની ઉજવણી ઘણી ઐતિહાસિક છે. PM એ અસમના નવવારીમા જનસભાને સંબોધ્યા બાદ આ દર્શન કર્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી કે આ સૂર્યતિલક આપણા જીવનમાં શક્તિ લાવે તથા દેશને નવી ઉંચાઇઓએ લઈ જવાની પ્રેરણા આપે.