Site icon Revoi.in

કર્ણાટકમાં હિજાબ વિવાદ- શાળાઓ પાસે પ્રદર્શન કરતી 58 વિદ્યાર્થીનીઓ સસ્પેન્ડ -10 સામે નોંધાઈ ફરીયાદ

Social Share

કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી હિજાબ વિવાદ ચાલી રહ્યો છે, અનેક વખત ના કહેવા છત્તા શાળાઓ પાસે હિજાબ માટે વિદ્યાર્થીનીઓ પ્રદર્શન કરી રહી છે, હિજાબ સાથે શાળામાં પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી ત્યારે હવે આ સમગ્ર સ્થિતિ વચ્ચે હિજાબ વિવાદ વકરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આગામી આદેશ સુધી શાળાોમાં ધાર્મિક પોશાક પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ સર્જાયો હતો

પ્રાપ્ત માહિતી પ્રમાણે શાળાની પાસે હિજાહબ પહેરીને આવેલી  58 જેટલી વિદ્યાિર્થનીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જ્યારે 10ની સામે ફરિયાદ  નોઁધવામાં આવી છે.

જાણકારી પ્રમાણે કર્ણાટકના શિરાલાકોપ્પા વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હિજાબના સમર્થનમાં આવી હતી આ વિદ્યાર્થીઓમાંથી 58 ને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, આ સાથે જ પોલીસે તુમકુર જિલ્લામાં 10 વિદ્યાિર્થનીઓની સામે ફરિયાદ  નોઁધી છે. પોલીસનો દાવો છે કે વિદ્યાર્થીનીઓએ પ્રતિબંધોનો ભંગ કર્યો અને પ્રદર્શન કર્યું હતું તેથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

કારણ કે કોર્ટના આગામી આદેશ સુધી હિજાબ ન પહેરવાના આદેશ હોવા છત્તાં વિદ્યાર્થીનીોએ આ પ્રદર્શન કરીને શાંતિનો ભંગ કરવાનો પ્રયત્ન કર્યો અને પ્રદર્શન જારી રાખ્યું જેને લઈને આ તેમના સામે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે જબરદસ્તી હિજાબ સાથે આ વિદ્યાર્થીઓ  કોલેજમાં પ્રવેશવા લાગી હતી. અનેક વખત સમજાવાના પ્રયત્નો કરવા છત્તાં ન માનતા આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવી હતી.