Site icon Revoi.in

સુરતમાં જોબવર્ક કરતા એમ્બોઈડરીના કારીગરોને બાકી લહેણા ટ્રેડર્સ આપતા ન હોવાની રજુઆત

Social Share

સુરતઃ શહેરમાં એમ્બોઈડરીના જોભ વર્ક કરતા કારીગરોનું પેમેન્ટ ટ્રેડર્સ દ્વારા છૂટું કરવામાં આપતું ન હોવાથી કારીગરો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  આથી કારીગરોને તાત્કાલિક પેમેન્ટ મળે તે માટે ટેક્સટાઈલ એમ્બ્રોઈડરી જોબવર્ક એસસોસિએશન દ્વારા રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, એમ્બ્રોઈડરી ખાતેદારનું અંદાજે રૂ.2 હજાર કરોડનું પેમેન્ટ છુટું કરાયું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ  કોરોનામાં ભાગી પડેલ કાપડ ઉદ્યોગને દિવાળી અને લગ્નસરાની સિઝનને લીધે બુસ્ટર ડોઝ મળ્યો છે.  ત્યારે માર્કેટમાં તેજીનો માહોલ વચ્ચે ચિટર ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે. વિવર્સો સાથે પણ અવારનવાર ચિટિંગની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. બીજી તરફ એમ્બ્રોઈડરી ખાતેદારોના પણ લેટ પેમેન્ટ અને ઉઠમણાંથી હાલત ખરાબ થઈ ગઈ છે.

સુરતમાં  ટેક્સટાઈલ એમ્બ્રોઈડરી જોબવર્ક એસોસિએશન (તેજસ)ના દ્વારા રાજ્યના ગૃહરાજ્યમંત્રીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ટેક્સટાઇલ માર્કેટમાં જે વેપારીઓ મશીનમાલિકો તથા અન્ય ગૃહઉદ્યોગ કરતા જોબવર્કરોના નાણાં લઇ ને ઉઠમણું કરીને નાસી જતા હોય છે તેમની સામે કાર્યવાહી થાય અને જોબવર્કનું બાકી પેમન્ટનો ઉકેલ આવે તેવી માંગણી કરી હતી. વધુમાં ઉઠમણાંઓને લઈ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. સાડીના જોબ વર્કના ઉઠમણાં દિવસે દિવસે વધી રહ્યાં છે અને એમ્બ્રોઈડરી ખાતેદારોના દોઢ વર્ષથી પેમેન્ટ બાકી છે. આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલિસને રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ કમિશનર અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એમ્બોઈડરીના કારીગરોને વહેલી તકે બાકી નાણા મળે તે માટેમા પ્રયાસો કરવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.