Site icon Revoi.in

ઋષભ પંતના સ્વાસ્થ્યને લઈને પીએમ મોદીએ જતાવી ચિંતા – ટ્વિટ કરીને જલ્દી સાજા થવાની કરી પ્રાર્થના

Social Share

દિલ્હીઃ- જાણીતા ક્રિકેટર ઋષભ પંત તેની પત્નિ સાથે કારમાં સવાર હતા તે દરમિયાન ઉત્તરાખંડના રૂરકી તેમની કારને ભયંકર આકસ્માત નડ્યો હતો તેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે તો તેમની કાર આખઈ બળીને ખાખ થઈ ગઈ હતી,સોશિયલ મીડિયા પર આ આકસ્માતનો ફોટો પણ વાયરલ થી રહ્યા છે જેને જોતા અંદાજો લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ભયાનક હતો.

ત્યારે ઋષભ પંત માટે તેમના ચાહકો જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને પંત જલ્દી સાજા થાય તેની પ્રાર્થના કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ અકસ્માતથી દુઃખી છે અને તેમણે આ અંગે એક ટ્વીટ કર્યું છે,
ઋષભ પંતના અકસ્માત બાદ પીએમ મોદીએ એક ટ્વિટ કર્યું છે. જેમાં પીએમે લખ્યું છે કે, “જાણીતા ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતથી હું દુઃખી છું, હું તેમના સારા સ્વાસ્થ્ય અને કલ્યાણની કામના કરું છું.” જો કે હાલ રાહતના સમાચાર એ છે કે ઋષભ પંત અત્યારે સ્વસ્થ જોવા મળી રહ્યા છે.
 ઋષભ પંતની મર્સિડીઝને રૂરકી પાસે અકસ્માત નડ્યો હતો, જેને પંત પોતે ચલાવી રહ્યા હતા. અકસ્માત સમયે પંત કારમાં એકલા હતા. આ અકસ્માત દરમિયાન મર્સિડીઝમાં આગ લાગી હતી અને પંત વિન્ડસ્ક્રીન તોડીને બહાર આવ્યા હતા. પહેલા તેને રૂરકી લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો.