Site icon Revoi.in

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’નો આરંભ – રાહુલ ગાંઘી પહોંચ્યા પિતા રાજીવ ગાંઘીના સ્મારક,કન્યાકુમારીથી કાશ્મીર સુધીની હશે આ યાત્રા

Social Share

દિલ્હીઃ- છેલ્લ ઘણા સમયથી કોંગ્રેસની ભારત જોડા યાત્રાની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે હવે આજરોજ બુધવારથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થશે અને કાશ્મીર સુધી પહોંચશે.

 રાહુલ ગાંધી  સૌ પ્રથમ શ્રીપેરમ્બદુર પહોંચ્યા ત્યાર બાદ તેઓ પિતાની સમાધિ પર પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ અહીં સમાધિ સ્થળની સામે બેસીને પ્રાર્થના કરી હતી. તેમની સાથે કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર પણ હાજર હતા. રાજીવ ગાંધી અહીં 1991માં શહીદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી ત્યાં આજે  પહેલીવાર આવ્યા છે.

રાહુલ ગાંધી સાંજે ત્યાં કામરાજ મેમોરિયલ અને અન્ય સ્થળોની પણ મુલાકાત લેશે. સ્ટાલિન લગભગ 4.30 વાગ્યાની આસપાસ તેમને તિરંગો સોંપશે. ત્યારબાદ સાંજે 5.00 કલાકે જનસભાને સંબોધીને યાત્રાનો વિધિવત પ્રારંભ થશે.

ભારત જોડો યાત્રા અંતર્ગત એક ગામ ખુલ્લા મેદાનમાં બનાવવામાં આવ્યું છે. જ્યારે પ્રવાસ આગલા સ્થાને જશે, ત્યારે તેને આગળના ક્ષેત્રમાં ગોઠવવામાં આવશે. ફાઈવસ્ટાર હોટેલમાં કે હોટલમાં કોઈ ક્યાંય રોકાશે નહીં. લાંબી મુસાફરી હોવાથી ગરમી કે ભેજનું પ્રમાણ ઘણું હશે એટલે માત્ર એસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, રોકાણની વ્યવસ્થા  દરેક સ્થાને કન્ટેનરમાં જ કરાી છે. જેથી કોંગ્રેસ આ યાત્રાને સાદી યાત્રાનું નામ આપ્યું છે.

કોંગ્રેસની આ પ્રથમ રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા  છે, બુધવારે કન્યાકુમારીથી શરૂ કરશે. યાત્રાનો સત્તાવાર પ્રારંભ આજે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવશે જોકે આવતીકાલથી પદયાત્રાનો પ્રારંભ થશે.આ બાબતે  કોંગ્રેસે કહ્યું કે આ યાત્રાનો કોઈ ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી અને તેનો હેતુ માત્ર ‘ભારતને એક કરવા’નો છે. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે તે ભારતીય રાજકારણ માટે “પરિવર્તનકારી ક્ષણ” અને “પાર્ટીના કાયાકલ્પ” માટે નિર્ણાયક ક્ષણ હશે.