Site icon Revoi.in

કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું  71 વર્ષની વયે નિધન – પીએમ મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યકત કર્યું

Social Share

અમદાવાદઃ- દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે આ કોરોનાએ ક્ટેલાય લોકોના જીવ લીધા છે, ત્યારે હવે કોંગ્રેસના સાંસદ અને જાણીતા નેતા એવા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે તેમના પુત્રએ આ જાણકારી ટ્વિટરના માધ્યમથી આપી છે.

ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા અહેમદ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદથી તેમની તબિયત સતત બગડી રહી હતી  છેવટે બુધવારની વહેલી સવારે તેઓએ આ દુનિયાને અલવિદા કહ્યું છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને સાંત્વના પાઠવી હતી – તેમના પુત્ર સાથે પીએમ મોદીએ કરી વાત

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છું. તેઓ એ ઘણા વર્ષો સુધી જાહેર જીવનમાં લોકોની સેવા કરી છે. તેઓ તેમના શાર્પ દિમાગ માટે જાણીતા હતા અને કૉંગ્રેસ પાર્ટીને તેમણે મજબૂત કરી હતી તે વાત હંમેશા યાદ રહેશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી છે. તેમની આત્માને શાંતિ પ્રાપ્ત થાય.”

તેમના પુત્રએ કરેલા ટ્વિટ પ્રમાણે બુધવારની વહેલી સવારે 3 વાગ્ય. આસપાસ એઐહમદ પટેલે અંતિમ શ્વાસ લીધા હતા, તેમના મોતના સમાચારથી સમગ્ર રાજકિય જગતમાં શોકનું મોજું ફળી વળ્યું છે. દેશના વડા પ્રધાન મોદીએ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ સાથે વાત કરી હતી અને તેને સાંત્વના આપી હતી, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, અહેમદ પટલના મૃત્યુથી દુખી છું.

સાહીન-