Site icon Revoi.in

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, વચગાળાના જામીન મંજુર

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે કોંગ્રેસના નેતાના વચગાળાના જામીન મંજુર રાખ્યાં હતા.અસમ પોલીસની ધરપકડની સામે કોંગ્રેસના સિનિયર નેતા અભિષેક મનુ સંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. રાયપુર જતી ફ્લાઈટમાંથી તેમને નીચે ઉતારીને દિલ્હી પોલીસ તેમને લઈ ગઈ હતી અને અમસ પોલીસને સોંપ્યાં હતા. દિલ્હી એરપોર્ટ ઉપર ઉપસ્થિત ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અસમમાં કોઈ ફરિયાદ દાખલ થઈ છે, જેથી રન-વેથી ખેડાની પોલીસે અટકાયત કરી હતી. ફ્લાઈટ કંપનીએ કહ્યું હતું કે, તમામ પ્રવાસીઓને બીજા વિમાનમાં રાયપુર લઈ જવાયા હતા. પવન ખેડાને ફ્લાઈટમાંથી ઉતારવા મામલે કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ ઘટનાને તાનાશાહી તરીકે ગણાવી હતી.

કોંગ્રેસના નેતા પવન ખેડાની ધરપકડની વિરોધમાં કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. કોંગ્રેસના સિનિયર નેતા અને વકીલ અભિષેક મનુ સંઘવીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોંગ્રેસની અરજીની સુનાવણી દરમિયાન વચગાળાના જામીન મંજુર રાખ્યાં હતા. આ પહેલા સિંઘવીએ દલીલ કરી હતી કે, ખેડાને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. સરકાર દ્વારા જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સિંઘવીએ કહ્યું હતું કે, માફભી માંગ્યા બાદ પણ ખેડાની સાથે 3 એફઆઈઆર દાખલ કરાઈ હતી.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશએ જણાવ્યું હતું કે, પહેલા રાયપુરમાં ઈડીએ દરોડા પાડ્યાં હતા, હવે પવન ખેડાને દિલ્હી પોલીસે રાયપુરની ફ્લાઈટમાંથી નીચે ઉત્યારા છે. તાનાશાહીનું બીજુ નામ અમિતશાહી છે. મોદી સરકાર અમારા રાષ્ટ્રીય મહાઅધિવેશનમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે ડરવાના નથી, દેશવાસીઓ માટે સંઘર્ષ કરતા રહીશું. પવન ખેડાની ધરપકડ બાદ કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો છે. એરપોર્ટ ઉપર કોંગ્રેસે પોલીસને ઓડર દેખાડવા કહ્યું હતું. પવન ખેડાએ પીએમ મોદી અને તેમના પિતાની વિરુદ્ધ નિવેદન કરતા વિવાદ વકર્યો હતો.