Site icon Revoi.in

કોંગ્રેસ નેતા રાહુલગાંધી આજે ગુજરાતના પ્રવાસે – દાહોદ ખાતે આદિવાસી સમાજની સમસ્યાઓ વિશે કરશે વાત

Social Share

 

અમદાવાદઃ- રાજ્યભરમાં ટૂંટણીને લઈને ગતિવીધીઓ તેજ બની છે આવી સ્થિતિમાં કોંગ્રેસ પણ પાછઠડ નથી રહ્યું ,કોંગ્રેસે પણ એડી ચોંટીનું જોર લગાવાનું શરુ કર્યું છે, ગુજરતામાં આજ રોજ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવતી જોવા મળી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ રાહુલ ગાંઘી ગુજરાતની મુાલાકાતે આવ્યા છે. તેની શરૂઆત દાહોદથી કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધશે. અને આદિવાસીઓની સમસ્યાઓને લઈને ચૂંટણી મેદાનમાં ઉતરતા જોવા મળશે.

રાહુલ ગાંઘીની ચૂંટણી પહેલાની આ પ્રથન સભા છે. રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણજોયશે. એક બેઠક આદિવાસી આગેવાનો અને અન્ય સિનિયર નેતાઓ સાથે કરશે જ્યારે બીજી બેઠક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરશે.