Site icon Revoi.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આજે અમેરિકા જવા માટે રવાના થશે, સ્ટૈનફઓર્ટ યુનિવર્સિટીની લેશે મુલાકાત

Social Share

 

દિલ્હીઃ-ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જૂને અમેરિકા જાય તે પહેલા વિપોધ પક્ષના નેતા આજથી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રવિવારે નવો પાસપોર્ટ મળ્યો હતો. સ્થાનિક કોર્ટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યાના બે દિવસ બાબ આ સામાન્ય પાસપોર્ટ આપવામાં આવ્યો હતો, જે ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. 

પાસપોર્ટ મેળવ્યા બાદ હવે આજરોજ સોમવારે રાહુલ ગાંઘી અમેરિકા માટે જવા રવાના થવા  છે,છેલ્લા ઘમણા ટાઈમથી રાહુલ ગાંઘી પાસપોર્ટને લઈનેમથામણ કરી રહ્યા હતા કારણ કે  રાહુલે સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા બાદ તેમનો રાજદ્વારી પાસપોર્ટ પરત કર્યો હતો. તેણે 10 વર્ષ માટે સામાન્ય પાસપોર્ટ જારી કરવા માટે કોર્ટ પાસે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માંગ્યું હતું, પરંતુ કોર્ટે તેને માત્ર ત્રણ વર્ષ માટે જ જારી કર્યું.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો અમેરિકા પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી 4 જૂને અમેરિકામાં હશે, જ્યાં તેઓ એક વિશાળ રેલી કરશે. સમાચાર છે કે રાહુલ ગાંધી ન્યૂયોર્ક સ્ટેટના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં રેલી કરશે. રાહુલ ગાંધીનો અમેરિકા પ્રવાસ 31 મેથી શરૂ થઈ રહ્યો છે, જે 10 દિવસનો રહેશે

આ પ્દરવાસ રમિયાન રાહુલ ગાંધી અમેરિકામાં અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે.  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પણ જૂન મહિનામાં અમેરિકા જશે અને રાહુલ ગાંધી પણ અમેરિકામાં જ આ સમયે રહેશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી “વાસ્તવિક લોકશાહી”ના સામાન્ય વિચારોને શેર કરવાના ઉદ્દેશ્ય સાથે જૂનમાં તેમની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત દરમિયાન જાહેર સભાઓને સંબોધિત કરવાની અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાની યોજના ધરાવે છે.

આ સહીત  રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યુયોર્કની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ ભારતીય અમેરિકનો સાથે બે જાહેર સભાઓને સંબોધશે. આ ઉપરાંત, તે કેપિટોલ હિલ પર ધારાશાસ્ત્રીઓ અને થિંક ટેન્કના સભ્યો સાથે મુલાકાત કરશે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે અને વોલ સ્ટ્રીટના અધિકારીઓ સાથે પણ મળવાનું આયોજન છે.