Site icon Revoi.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સંસદમાં વાપસી – લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરતું જાહેરનામું બહાર પડાયું

Social Share
દિલ્હીઃ-  કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી પર મોદી સરનેમ મામલે ફરીયાદ દાખલ થતા રાહુલ ગાંઘીની સંસદ સદસ્યતા રદ કરાઈ હતી ત્યારે હવે રાહુલ ગાંઘી સંસદમાં વાપસી કરી રહ્યા છએ આજરોજ સોમવારે આ બાબતે નોટીફેકશન જારી કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની ‘મોદી સરનેમ’ ટીપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક રાહત આપી દીધી છે. કોર્ટે શુક્રવારે એક વચગાળાના આદેશમાં કોંગ્રેસ નેતાની સજા પર હાલ માટે રોક લગાવી દીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર લોકસભા સચિવાલયે આજરોજ સોમવારે એક નોટિફિકેશન બહાર પાડીને રાહુલ ગાંધીના સાંસદને પુનઃસ્થાપિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે  માર્ચ 2023માં વાયનાડના સાંસદ રાહુલની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી હતી. તેમને મોદી અટક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેના પગલે તેમની સંસદની સદસ્યતા બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. જો કે, 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવવાનો નિર્ણય લેવાયો હતો હવે તેઓની ફરી સંસદમામ વાપસી થઈ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત હાઈકોર્ટે તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં મોટી વાત એ છે કે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકે છે.