Site icon Revoi.in

કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીએ મહિલા અનામત બિલ ને રાજીવ ગાંઘીનું સપનું ગણાવ્યું

Social Share

દિલ્હીઃ આજે સંસદના સત્રનો ત્રીજો દિવસ છે ત્યારે મહિવા અનામત બિલ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી બોલી રહ્યા છે, આ પહેલા તેમણે મહિલા અનામત બિલને પતિ રાજીવ ગાંઘીનું સ્વપ્ન હતું તેમ જણાવ્યું હતું.

સંસદના વિશેષ સત્રના ત્રીજા દિવસની કાર્યવાહી શરૂ થઈ. લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરૂ થઈ. આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, બીજેપી નેતા સ્મૃતિ ઈરાની સહિત ઘણા નેતાઓ આ બિલ પર ચર્ચા કરશે.

લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિપક્ષ તરફથી કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ ચર્ચા શરૂ કરી. તેમણે કહ્યું હતું કે ‘સ્ત્રીએ માત્ર આપણને જન્મ જ આપ્યો નથી, તેણીએ તેના આંસુ, લોહી અને પરસેવો વડે આપણને વિચારવા અને સમજવા માટે સક્ષમ બનાવ્યા છે.’
સોનિયા ગાંધીએ કહ્યું કે બિલ પસાર થયા પછી જ મહિલાઓને અનામતનો લાભ મળવો જોઈએ. તેમણે લોકસભામાં કહ્યું કે સરકારે સીમાંકન સુધી તેને રોકવું જોઈએ નહીં.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલા આરક્ષણ બિલ પર કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે આ મારા પતિ રાજીવ ગાંધીનું સપનું હતું. બાદમાં પીએમ પીવી નરસિમ્હા રાવની સરકારે તેને પાસ કરાવ્યું હતું. આજે પરિણામ એ આવ્યું છે કે દેશભરમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા 15 લાખ ચૂંટાયેલી મહિલા નેતાઓ છે. રાજીવ ગાંધીનું સપનું અત્યાર સુધી માત્ર અડધુ જ પૂર્ણ થયું છે. આ બિલ પાસ થયા બાદ આ સપનું પૂરું થશે.

બીજી તરફ કોંગ્રેસ નેતા ખડગેએ કહ્યું કે ચૂંટણીના કારણે ભાજપ મહિલા અનામત બિલનો શ્રેય લઈ રહી છે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કહ્યું કે અમે 2010માં રાજ્યસભામાં બિલ પસાર કરી ચૂક્યા છીએ, પરંતુ કેટલાક કારણોસર આ બિલ લોકસભામાં પસાર થઈ શક્યું નથી. આ કોઈ નવું બિલ નથી.

Exit mobile version