Site icon Revoi.in

મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ,જંતર-મંતર સિવાય નવી દિલ્હીમાં કલમ 144 લાગુ

Social Share

દિલ્હી:કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે, જે અંતર્ગત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વડાપ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની યોજના બનાવી રહ્યા છે.આ કારણે જંતર-મંતર સિવાય નવી દિલ્હી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ ગુરુવારે દેશવ્યાપી વિરોધની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે,રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ માટે પરવાનગી માંગવામાં આવી છે અને એવી અપેક્ષા છે કે,પાર્ટીના 80 થી વધુ સાંસદોને ત્યાં શાંતિપૂર્ણ રીતે જવા દેવામાં આવશે.પાર્ટીના પ્રવક્તા સૈયદ નાસિર હુસૈને કહ્યું, “અમારી પાર્ટીના પદાધિકારી જનરલ સેક્રેટરી, CWCના સભ્યો AICCમાં હાજર રહેશે અને ત્યાંથી એક કૂચ કરશે.તમામ પાર્ટીના સાંસદ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે.અમે આવતીકાલે મોંઘવારી સામે અને દેશના ગરીબ લોકો માટે કૂચ કરીશું.

વાસ્તવમાં, ભાજપ કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યું છે કે, તે માત્ર ગાંધી પરિવાર સામે EDની તપાસ પર જ કામગીરી કરે છે, જનતાની ચિંતાને તેની સાથે કોઈ લેવાદેવા નથી, તેથી કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને GSTના મુદ્દે જોરશોરથી પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે.