Site icon Revoi.in

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે જમ્મુ કાશ્મીરમાં  પ્રવેશશે – સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવાયો

Social Share

દિલ્હીઃ- કોંગ્રેસની ભારત જોડો યાત્રા ખૂબ ચર્ચામાં છે ત્યારે દેશના અનેક વિલ્તારોમાંથી પસાર થયા બાદ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા અંતિમ તબક્કામાં 19 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરશે,  યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જાણકારી અનુસાર આ યાત્રા આજે નાઇટ હોલ્ટ સાથે લખનપુરમાં પ્રવેશ કરશે અને હાથલી ​​મોડ (કઠુઆ) થી બીજા દિવસે ચડવાલ 23 કિમી સુધી શરૂ થશે અને રાત્રી રોકાણ કરશે.” જાન્યુઆરીએ એક દિવસના આરામ પછી, સામ્બા જિલ્લામાં હિરાનગરથી દુગ્ગર હવેલી, નાનક ચક 21 કિમી સુધી યાત્રા બીજા દિવસે ફરી શરૂ થશે ત્યાર બાદ  23 જાન્યુઆરીના રોજ વિજયપુરથી સતવારી સુધી શરૂ થશે અને સિધ્રામાં નાઇટ હોલ્ટ કરશે.

આજે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હિમાચલપ્રદેશમાંથી જમ્મુ કાશ્મીરમાં પ્રવેશી રહી છે અને તેની સાથે જ યાત્રા પરનું જોખમ વધી ગયું છે. રાહુલ ગાંધી આવતીકાલે લખનપુર અને ઉધમપુરમાં જાહેર સભાને સંબોધવાના છે. આ ઉપરાંત તા.30ના રોજ શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડીયમમાં એક જબરી જનસભાનું આયોજન થયું છે જયાં રાહુલ ગાંધી લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ પણ ફરકાવશે.

 જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, ડૉ. ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, શિવસેનાના નેતા સંજય રાઉત, સીપીએમ નેતા મોહમ્મદ યુસુફ તારીગામી, ANCના મુઝફ્ફર શાહ અને અન્ય ઘણા લોકો પણ આ યાત્રામાં જોડાશે.
 યાત્રાના માર્ગમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર યાત્રા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે, જે ત્રણ સરહદી જિલ્લાઓમાંથી પસાર થાય છે.  પ્રજાસત્તાક દિવસ નજીક આવતાની સાથે જ હાઈવે પર પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.