Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં અસામાજીક તત્વો દ્રારા માહોલ ખરાબ કરવાનું કાવતરું, ગ્રેનેડ ફેંકીને મંદિરને બનાવ્યું નિશાન

Social Share
શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં અસામાજીક ત્તવોનો ત્રાસ જોવા મલ્યો હતો જાણકારી અનુસાર કેટલાક  તોફાની તત્વોએ કૃષ્ણ અને શિવ મંદિરોને નિશાન બનાવીને અને ગ્રેનેડ વડે હુમલો કરીને જિલ્લાના સુરનકોટ તહસીલ મુખ્યમથકમાં વાતાવરણ બગાડવાનું કાવતરું ઘડ્યું હતું.
વઘુ જાણકારી મુજબ આ હુમલામાં મંદિરના પ્રાંગણના ફ્લોર, સીડી અને છતને નુકસાન થયું છે, જ્યારે મૂર્તિઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. વિસ્ફોટ થતાં જ ત્યાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. લોકોમાં આતંકી હુમલાનો ભય ઉભો થયો હતો.
સુરનકોટ મ્યુનિસિપલ કાઉન્સિલના ઉપાધ્યક્ષ અને બીજેપી નેતા સંજય કેસરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, વિસ્ફોટ લગભગ રાત્રે 9 વાગ્યે થયો હતો. જ્યારે કોઈએ મંદિરમાં ગ્રેનેડ ફેંક્યો, ત્યારે તે મંદિરની છત સાથે અથડાયો અને પ્રાંગણમાં પડ્યો અને વિસ્ફોટ થયો.
આ સાથે જ લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના અંગે સેના અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને વિસ્તારને ઘેરી લીધો, સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવી હતી જે બ્લાસ્ટના પ્રકાર અને તેમાં કયા પ્રકારના વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરી રહી છે. સંવેદનશીલ વિસ્તાર એલઓસીની નજીક હોવાને કારણે સુરક્ષા દળો તપાસમાં કોઈ ઢીલ દેખાડી રહ્યા નથી.