Site icon Revoi.in

શરદીની સિઝનમાં ફેંફ્સાને સાફ રાખવા માટે આટલી વસ્તુઓનું સેવન અને ઉપયોગ જરુરી

Social Share

શિયાળાની સિઝનમાં ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે જો કે આવી સ્થિતિમાં ઘરેલુ નુસ્ખાઓ કામમા લાગે છે. કેટલીક શાકભાજી વનસ્પતિ જેનું સેવન શ્વાસ લેવામાં પડતી તકલીફને દૂર કરે છે.ફેંફ્સાને સાફ રાખવા માટે એઠલું કરવું જરુરી છે.

આદુનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો શ્વાસ લેવામાં પડતી મુશ્કેલીમાં આદુ કારગાર સાબિત થાય છે. શ્વસન ક્રિયા મજબૂત બનાવે છે.આ તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિને પ્રોબલસેમ હોય ત્યારે શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય છે, આદુના ઉપયોગની મદદથી શ્વાસની તકલીફને આપણે સરળશતાથી દૂર કરી શકીએ છીએ

માર્કેટમાંથી તાજુ આદૂ લાવીને તેને બરાબર પાણી વડે ઘોઈ લો. ત્યાર બાદ આદુને ગરમ પાણીમાં નાખીને ઉકાળીને તે પાણીનું સેવન કરવું આમ કરવાથી શ્વસન માર્ગના ચેપને લીધે શ્વાસ લેવામાં થતી સમસ્યા ઓછી થઈ જશે, અને રોજ આમ કરવાથી આ સમસ્યામાંથી કાયમ છૂટકારો મળશે, આ પ્રક્રિયા કરવાથી શ્વસન માર્ગમાં સંક્રમણ ઉત્પન્ન કરતા આરએસવી વાયરસ સામે મદદ મળી રહે છે.

ખાસ કરીને અંજીર એવું ડ્રાયફ્રૂટ છે કે જેના ઉપયોગથી આપણે અનેક બિમારીમાંથી રાહત મેળવી શકીએ છીએ, અંજીરનો ઉપયોગ યોગ્ય રીતે કરવાથી પમ શ્વાસ લેવાની સમસ્યા થતી હોય તો તેમાં રાહત અનુભવાી છે.આ માટે રોજ રાતે સૂતા પહેલા પાણીમા ૨-૩ સૂકા અંજીર પલાળાવા, ત્યાર બાદ સવારે ભૂખ્યા પેટે તે પલાળેલા અંજીરનું સેવન કરીને પાણી પીજવું, આ પ્રયોગ કરવાથી શ્વાસની નળીમાં જામી ગયેલો કફ દૂર થાય છે અને શ્વાસ સરળતાથી લઈ શકા છે

કિચનમાં ભોજનને રંગીન અને સ્વાદિષ્ટ બનાવતી હળદર શ્વાસ લેવાની સમસ્યામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે, હરદળ સાથે મધનુવાથી તેમા હાજર એન્ટીઇન્ફ્લામેટરી તથા એન્ટી-એલર્જિક પોષકતત્વો કફની સમસ્યાને દૂર કરીને સ્વસ્ન ક્રિયા મજબૂત કરે છે, છેવટે સરળતાથી શ્વાસ લઈ શકાય છે

આ સાથે હોય તો બીજો ઈલાજ છે લસણ, આદુ અને લસણની ચાનું સેવન કરવાથી કફ છૂટો પડે છે છેવટે શ્વસન ક્રિયા સાફ બનવાથી સરળતાથી શ્વાસ લઈ શકાય છે, આદુની સામાન્ય ચા બનાવી તેમાં લસણની બે-ત્રણ કળીઓને ચા મા મિક્સ કરીલો અને આ ચાનું સેવન કરો જેનાથી શ્વાસ લેવામાં પડતી તકલીફ દૂર થાય છે

આ સાથે જ નિલગીરીનું તેલ પણ શ્વાસની સમસ્યામાં કારગાર સાબિત થાય છે, આ તેલના ટીપા નાકમાં નાખવાથી શ્વસન માર્ગ સાફ થઈ શ્વાસની તકલીફ માંથી છુટકારો મળે છે. તમામ પ્રકારના નીલગીરીના પાનમાં આ તેલ હોય છે. નીલગીરી બારે માસ લીલું રહે છે.