Site icon Revoi.in

આ દૂધનું સેવન ડાયાબિટીઝના દર્દીઓ માટે સારું, નહીં વધે સુગર

Social Share

મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ તરીકે વર્ણવેલ છે. લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે.અને જે લોકોને એકવાર ડાયાબિટીઝ થાય છે તો તે અન્ય રોગોનું કારણ બને છે. ખરાબ જીવનશૈલી સહિત આ પાછળ અન્ય કારણો હોઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીએ તેના આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ રોગમાં દર્દીએ એવી વસ્તુઓનો વપરાશ કરવો પડે છે જેથી સુગર નિયંત્રિત સ્થિતિમાં રહે. આ સાથે વર્કઆઉટ્સ પર પણ ખાસ ધ્યાન આપવું પડશે.

જો તમારે શરીરમાં બ્લડ સુગર લેવલ ઓછું કરવું હોય તો દરરોજ સવારે દૂધનું સેવન કરો. સુગરને અંકુશમાં રાખવાની સાથે ઉર્જા પણ આપે છે. બ્લડ ગ્લુકોઝ એ ઉર્જાનો મુખ્ય સ્રોત છે જે તમને ખોરાક અને પીણાથી મળે છે.આવો જાણીએ તમે દૂધનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

હળદર વાળું દૂધ

કોરોનાના આ સમયમાં હળદર વાળા દૂધનું સેવન ઇમ્યુનીટી મજબૂત રાખવા માટે કરો. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે જે ડાયાબિટીઝના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. શરીરમાં ઇન્સ્યુલિનની માત્રાને અંકુશમાં રાખવાની સાથે તે દવાઓ પણ પભાવિત રાખે છે. નિષ્ણાંતોના મતે ડાયાબિટીસના દર્દીઓ માટે હળદરનું દૂધ ખૂબ ફાયદાકારક છે. તેમાં કર્ક્યુમિન હોય છે જે ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

તજ સાથે દૂધ

તજ સ્વાસ્થ્ય માટે સારા છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મો છે જે ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. દૂધ અને તજ બંનેમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય બીટા કેરોટિન, આલ્ફા કેરોટિન, લાઇકોપીન છે જે સુગરનું સ્તર જાળવવામાં મદદ કરે છે. આ સિવાય ચેપનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.

બદામનું દૂધ

બદામનું દૂધ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. તમે ઘરે બદામનું દૂધ સરળતાથી બનાવી શકો છો. બદામના દૂધમાં કેલરી ઓછી હોય છે અને વિટામિન ડી, ઇ અને અન્ય પોષક તત્વોથી ભરપુર હોય છે. તે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે જે શરીરમાં ગ્લુકોઝનું સ્તર જાળવવામાં મદદ કરે છે.