Site icon Revoi.in

કર્ણાટકમાં વિવાદ – હિજાબના વિરોધમાં ફેસબૂક પર પોસ્ટ લખનારા બજરંગદળના કાર્યકરતાની થઈ હત્યા, કલમ 144 લાગૂ

Social Share

છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો છે, ત્યારે હવે કર્ણાટક શિવમોગામાં હિજાબના વિવાદ વચ્ચે બજરંગ દળના કાર્યકરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ મામલાને હિજાબ વિવાદ સાથે જોડીને હવે આગળની તપાસ કરી રહી છે. જોકે પોલીસ આ અંગે સચોટ માહિતી આપવાની મનાઈ ફરમાવી  છે, ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે પોલીસ પણ વધુ સક્રિય બની છે.

અધિકારીઓ એ આપેલી માહિતી પ્રમાણે ઘટના રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ બની હતી. 26 વર્ષીય બજરંગ દળ કાર્યકરની ઓળખ હર્ષ તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે હર્ષાએ તેના ફેસબુક પ્રોફાઇલ પર હિજાબ વિરુદ્ધ પોસ્ટ લખી હતી. તેમણે કેસરી શાલ ઓઢાડી સમર્થન કર્યું હતું.

ત્યારે હવે બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ શિવમોગામાં તણાવ વધી ગયો છે. હત્યા બાદ ઘણા કાર્યકરો હોસ્પિટલ પહોંચ્યા અને ઘટનાનો વિરોધ કરવા લાગ્યા હતા. વધતા તણાવને જોતા સમગ્ર શિવમોગામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

વિરોધ વચ્ચે હવે અહીની શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. કર્ણાટકના ગૃહમંત્રીએ મૃતકના પરિજનોને મળ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે બજરંગ દળના કાર્યકરની હત્યા પાછળ ચારથી પાંચ યુવકોનું જૂથ હાથ લાગ્યું છે. તેમણે કહ્યું કે આ લોકો કોઈ સંસ્થાના હતા કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી, ત્યારે હવે હત્યા કોણે કરી છે તે અંગેવી વધુ તપાસ પોલીસ કરી રહી છે.,જો કે હાલ આ મામલે પોલીસ કઈ કહેવા માંગતી નથી.