Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં એરપોર્ટનું નામ’ દિવંગત શિવસેના પ્રમુખ બાલઠાકર’ રાખવા પર વિવાદ- નામ બદલવાની માંગ

Social Share

મુંબઈઃ- નવી મુંબઈના નવા એરપોર્ટનું નામ બદલીને દિવંગત શિવસેનાના પ્રમુખ બાલ ઠાકરે આંતરરાષ્ટ્રીય વિમાનમથક રાખવામાં આવતા હવે તે મામલે વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકારે નામકરણનો ઠરાવ પસાર કર્યો છે, પરંતુ સ્થાનિક નેતાઓની એવી માગ છે કે આ એરપોર્ટનું નામ ફરીથી બદલીને  દિવંગત ખેડૂત નેતા ડી બી પાટીલ ના નામ પર રાખવામાં આવે.

મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ સ્થાનિક નેતાઓના ગઠબંધનથી બનેલ ડીબી પાટિલ એક્શન કમિટીને ખાતરી આપી છે કે તેઓનું નામ બીજા કોઈ પ્રોજેક્ટ પર રાખવામાં આવશે. જો કે તેમના આ આશ્વાસન પર સ્થાનિક નેતાઓ સહમત થયા નથી તેઓ પોતાની માંગ પર અડગ રહેલા જોવા મળ્યા છે ત્યારે આ મામલ એનસીપીના એક નેતા એ એમ રમ કહ્યું છે કે, આ એરપોર્ટનું નામ અમે બાલ ઠાકરેના બદલે જેઆરડી ટાટા રાખવાનું પસંદ કર્યું હોત.

તેમણે કહ્યું કે અમને ઠાકરે અને પાટીલના નામ સામે વાંધો નથી. પરંતુ આવા મુદ્દાને સર્વસંમતિથી ઉકેલી લેવા જોઈએ. જો બાલ ઠાકરે જીવંત હોત, તો તેમણે એરપોર્ટનું નામ પોતાનું રાખવાનું પસંદ ન કર્યું હોત અને જેઆરડી ટાટાનું નામ સૂચવ્યું હોત.

ઉલ્લેખનીય છે કે, દિવંગત ઠાકરેએ વીટી રેલ્વે સ્ટેશન માટે 19 મી સદીના સમાજ સુધારક નાના શંકર શેઠનું નામ સૂચવ્યું હતું. કારણ કે તેઓ જાણતા હતા કે ઉડ્ડયન ક્ષેત્રે જેઆરડી ટાટા અને રેલ્વેમાં શંકર શેઠની મહત્વની ભુમિકા રહ્યા છે