Site icon Revoi.in

કુવૈતમાં યોગ મામલે વિવાદ -મહિલાઓ અને મોલવીઓ આમને સામને

Social Share

દિલ્હીઃ- દેશમાં હિજાબ વિવાદ ચાલી રહ્યો છે ત્યા બીજી તરફ કુવૈતમાં યોગ કરવાને લઈને વિવાદ શરુ થયો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો , પ્રાપ્ત માહિતી પ્રમાણે  આ દેશની મહિલાઓએ યોગને પુરેપુરુ સમર્થન આપ્યું છે જેઓ યોગ સમર્થનમાં રસ્તાઓ પર ઉતરી આવી છે.

ત્યારે મહિલાઓ સામે ક્ટરવાદી અને મોલવીઓ  યોગનો સતત વિરોધ નોંધાવી રહ્યા છેજેને લઈને આ વિવાદ વકર્યો છે અને મહિલાઓ તથા મોલવીઓ વચ્ચે સંઘર્ષ જામ્યો છે. હવે યોગ વિવાદ સિમિત ન રહેતા દેશ વ્યાપી બનતો જઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ આખો મામલો એક મહિલાથી આરંભ થયો હતો જે યોગ  શિબિરમાં યો ટિચટ હતી અને તેણે અહી સ્થિત રણમાં વેલનેસ યોગા રિટ્રીટની જાહેરાત કરી અને ત્યારથઈ તે ચક્ચામાં આવી ્ને વિવાદ વકર્યો

આ મહિનામાં જ આ મહિલા દ્રારા યોગની જાહેરાત કરાઈ હતી. ત્યાર બાદ આ બાદ મહિલાની સામે અહીંના કટ્ટરવાદીઓએ વિરોધ કરવાનું શરૂ કરી દીધુ હતું. વિવાદ ઉગ્ર બનતા મૌલવીઓની સાથે નેતાઓ પણ આ મહિલાના વિરૂદ્ધમાં આવી ગયા હતા.છેવટે વિવાદ વકર્યો અને મહિલાઓએ યોગનું સમર્થન કર્યું અને રસ્તાો પર આવી જેથી હવે યોગ વિવાદ બાબતે મૌલવી અને મહિલાો આમને સામને જોવા મળી રહ્યા છે.

આ મામલે અહીના કટ્ટરવાદી સહીત મૌલાનાઓ દલીલ કરી રહ્યા છે કે જનજાહેરમાં આસન ન કરવા જોઈએ પદ્માસન અને શ્નાનાસન નામના બે આસન ઇસ્લામ ઘર્મની વિરૂદ્ધમાં છે.આમ કરીને દેશમાં હાલની સ્થિતિનમાં યોગ પર બેન રાખવામાં આવ્યો છે.બીજી તરફ આ પ્રતિબંધ અને યોગ સામે સવાલો કરનારા મૌલવીઓના વિરૂદ્ધમાં મહિલાઓ હવે રસ્તા પર ઉતરવા લાગી છે