Site icon Revoi.in

ચહેરાની સમસ્યા માટે શાનદાર વસ્તુઓ, ચહેરા પર ચમક જોઈએ છે તો કરો આનો ઉપયોગ

Social Share

આજકાલ જે પ્રકારનું શહેરમાં તથા આપણી આસપાસ હવાનું વાતાવરણ છે તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓ તો થાય છે. ચહેરા પર તેની અસર વધારે જોવા મળે છે. ધૂળ, પ્રદૂષણ, માટી તથા હવામાં નાના રજકણો અને તેના કારણે ચહેરા પર ખીલ, બ્લેકહેડ્સ જેવી સમસ્યાઓ જોવા મળે છે. પણ… હવે આ સમસ્યાઓથી મળશે રાહત અને ચહેરા પર થતા ખીલ, બ્લેકહેડ્સ થશે નહી, સાથે ચહેરાની ચમક પણ આવશે.

ફળોના જ્યુસનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે. નારંગી, પપૈયા, તડબૂચ, લીંબુનો રસ ફ્રિજમાં જમાવીને ચહેરા પર લગાવી શકો છો. આ કરવાથી ચહેરાને અનેક પ્રકારને રાહત મળશે અને જરૂરી તત્વો પણ મળશે જે ચહેરાની ચમકને પણ વધારશે. ચહેરા પર ખીલ ઘટાડવા માટે નાળિયેર પાણીનો ઉપયોગ કરી શકો છો. નાળિયેર પાણીમાં એન્ટીઓકિસડન્ટ હોયછે અને તેના ઉપયોગથી ત્વચા હાઇડ્રેટ થાય છે. તેનો ઉપયોગ સ્કિન ટોનર તરીકે પણ કરી શકો છો.

બરફનો ઉપયોગ કરી શકો છો. બરફ લગાવવાથી ત્વચા સુંદર દેખાશે અને આંખોની નીચે અને ત્વચા પર આવેલો સોજો પણ ઓછો થાય છે. દરરોજ ચહેરા પર બરફ લગાવવાથી ચહેરાનો ગ્લો વધારી શકો છો.

જો વાત કરવામાં આવે ચંદનની તો ત્વચા પર ચંદનની પેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચા તરત જ ચમકી જાય છે. ચંદનની પેસ્ટ ત્વચાના ચેપ અને દોષોને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ કરચલીઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.