Site icon Revoi.in

કર્ણાટકમાં કોરોનાનો કહેર – દૈનિક નોંધાતા કેસોની સંખ્યા 50 હજારને પાર પહોંચી

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની ત્રીજી લહેર પીક પર જોવા મળે છે, અનેર રાજ્યોમાં કોરોનાના કેસો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે કર્ટાણાટકમાં કોરોના હવે બેકાબૂ બન્યો અહીં દરરોજ નોંધાઈ રહેલા કેસના આકંડાએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે.

પ્રાત્ત માહિતી પ્રમાણે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દરમિયાન, કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજાર 210 નવા કેસ નોંધાયા છે.જો કે આ સાથે જ રલાહતની વાત એ પમ છે કે અહીં આ સમય દરમિયાન કુવલ 22 હજાર 842 દર્દીઓ સાજા થયા છે. 

જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કર્ણાટક રાજ્યમાં 19 લોકોના મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે. આ સાથે જ હવે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 3 લાખ 57 હજાર 796 જોવા મળી રહી છે અને કોરોનાનો પોઝિટિવીટી રેટ દર 22.77 ટકા જોવા મળ્યો છે

તો બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દિલ્હીમાં રવિવારે 9 હજાર 197 કેસ મળી આવ્યા છે, જ્યારે 34 લોકોના મોત થયા છે. આ પહેલા શનિવારે 11 હજાર 486 કેસ નોંધાયા હતા અને 45 લોકોના મોત થયા હતા, જે કોરોનાની આ ત્રીજી લહેરમાં સોથી વધુ કહી શકાય