Site icon Revoi.in

બીજેપી કાર્યાલયમાં કોરોના વિસ્ફોટ- 42 કર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ ,ગઈ કાલે મળી હતી બેઠક

Social Share

 

દિલ્હીઃ- દેશ જ્યારે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ઝઝિમી રહ્યો છે ત્યારે દેશમાં નોંધાતા દૈનિક કેસોમાં એક સાથે કોરોના પોઝિટિવ આવનારાઓની લંખ્યા પણ વધતી જોવા મળી છે. ત્યારે બીજેપીકાર્યલાયમાં આવી જ ઘટના સામે આવી છે જ્યા મળેવી એક દિવસની બેઠક બાદ એક સાથે 42 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

કોરોનાએ હવે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં એન્ટ્રી કરી લીઘી છે, પ્રાપ્ત માહિ્તી પ્રમાણે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરના 40થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. અહીં સોમવારે બીજેપી કોર ગ્રુપ મીટિંગ પહેલા સામૂહિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 42 કર્મચારીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

જાણકારી પ્રમાણે સંક્રમિત મળી આવેલા લોકોમમાં ઘણા સફાઈ કામદારોનો પણ સમાવેશ થાય છે. આ તમામને હોમ આઈસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.આ સાથે જ  મધ્ય દિલ્હીમાં મિન્ટો રોડ સ્થિત બીજેપી હેડક્વાર્ટરને બાદમાં સંપૂર્ણપણે સેનિટાઈઝ કરી દેવામાં આવ્યો છે

બીજેપીએ આ બાબતે નવો પ્રોટોકોલ શરુ કર્યો છે.હેડક્વાર્ટરના તમામ સ્ટાફની કોઈપણ મોટી મીટિંગ પહેલા કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની કોર કમિટીની બેઠક પાર્ટી હેડક્વાર્ટરમાં થઈ હતી .