Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5,233 નવા કેસ, સક્રિય કેસો પણ વધ્યા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ગઈ છે ત્યારે હવે કોરોનાના વધતા કેસોએ ફરીથી લોકોની ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાના નવા નોઁધાતા કેસોએ  5 હજારનો આકંડો પાર કરી લીધો છે જે પરથી કહી શકાય કે દેશના ઘણા રાજ્યોમાં ફરી કોરોનાના કેસો વધુ પ્રમાણમાં આવી રહ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો ગઈકાલની સરખામણી કરતા વધ્યા છે. કલ્લા 24  કલાકમાં 5 હજાર 233 નવા કેસ સામે આવ્યા છે તો સાથે જ   7 કોરોનાના દર્દીઓના મોત થયા છે.

જો સક્રીય કેસોની વાત કરીએ તો તે હવે વધીને 28 હજારને પાર પહો્ચી ગયા છે.આ સાથે જ દેશમાં હવે  સક્રિય કેસની સંખઅયા  29 હજાર નજીક પહોંચી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 28 હજાર 857 થઈ છે.

કોરોના સામે મોટાપાયે રસીકરણ પણ હાલ ચાલુ જ છે જેમાં  દેશમાં અત્યાર સુધીમાં 194,43,26,416 રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા  છે. જેમાંથી ગઈકાલે 14,94,086 ડોઝ આપવામાં આવ્યા હતા.આ સાથએ જ પ્રકિશોન ડોઝ પણ વધુ ઉમંરના લોકો માટે આપવાની પ્રકિયા પણ શરુ થઈ ચૂકી છે.