Site icon Revoi.in

દેશમાં ફરીથી કોરોનાના કેસોમાં વધારો -છેલ્લા 24 કલાકમાં 2,380 કેસ સામે આવ્યા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી હતી આ સાથે જ કોરોનાને લઈને લગાવેલ પ્રતિબંધો પમ હળવા કરી દેવાયા હતા જો કે આ સ્થિતિ વચ્ચે એકાએક ફરી દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.વિતેલા દિલસની સરખામણીમાં ફરી આજના નોંધાયેલા કેસોમાં 25 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશની રાજધાનીમાં ફરીથી કોરોનાનો કહેર ફેલાયો છે જેને લઈને અહી કોરોનાના નિયમો ફરી સખ્ત કરવામાં આવ્યા છે,માસ્ક પણ ફરજીયાત કરાયું છે આ સાથે જ હરિયાણા, નોઈડા ,ઉત્તરપ્રદેશ સહીત ગાઝિયાબાદમાં પણ કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે જેથી દેશમાં નોંધાતા દૈનિક કેસોમાં વધારો થયો છે. 

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સમગ્ર દેશભરમાં આજ રોજ ગુરુવારે  કોરોનાના 2,380 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 13 હજાર 433 જોવા મળી  છે.જો દેશમાં સાજા થવાના દરની વાત કરીએ તો  રિકવરી રેટ હાલમાં 98.76 ટકા નોંધાયો છે.

બીજી તરફ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 1 હજાર 231 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4 કરડો 25 લાખ 14 હજાર 479 થઈ ગઈ છે. 

જો કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કારણે 56 લોકોના મોત થયા છે. આ સાથએ જ દૈનિક કોરોનાનો સકારાત્મકતા દર 0.53 ટકા નોંધાયો છે.જો  સાપ્તાહિક સકારાત્મકતા દર જોવા જઈતો તે હાલ 0.43 ટકા  શકાય છે.