- કોરોનાના કેસમાં 23.7 ટકાનો વધારો
- 24 કલાકમાં 2,628 નવા કેસ નોંધાયા
- 18 દર્દીઓના થયા મોત
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે જોકે કોરોના હજી ગયો નથી તે વાત પણ નકારી શકાય તેમ નથી, કારણે કે દેશભરમાં નોંધાતા દૈનિક કેસોમાં સતત વધારો અને ઘટાડો થતો આવ્યો છે જો ગઈકાલની સરખામણીની વાત કરીએ તો 24 કલાકમાં નોઁધાયેલા કેસોમાં 23 ટકા વધારો નોંધાયો છે.
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 2 હજાર 628 નવા કેસ નોંધાયા છે.ત્યારે આ સમયગાળા દરમિયાન કુલ 18 લોકોએ દમ તોડ્યો છે.
જો દેશભરમાં સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો તો રોજેરોજ આવતા કેસની સરખામણીમાં સાજા થનારા લોકોની સંખ્યા પણ વધુ છે. છેલ્લા 24 કલાકમાં 2,167 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે.આ સાથે જ જો દેશમાં હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યાની વાત કરીએ તો તે 15 હજાર 414 પર પહોંચી ગઈ છે.

