Site icon Revoi.in

કોરોનાના કેસોમાં 3 મહિના બાદ ફરી મોટો ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 4,041 નવા કેસ નોંધાયા, સક્રિય કેસ 20 હજારને પાર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ 2 હજારથી વધુ આવી રહ્યા હતા જો કે એક દિવસ અગાઉ કોરોનાના કેસે 3 હજારનો આકંડો પાર કર્યો છે,જેથી કહી શકાય કે કેરોનાના કેસમાં વધારો નોંધાતો જઈ રહ્યો છે.

જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન  4 હજાર 41 નવા કેસ નોંધાયા છે. કુલ કેસની વાત કરીએ તો, તેમની સંખ્યા વધીને 43, 168,585 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા પણ હવે 20 હજારને પાર પહોંચીને કુલ  21 હજાર થઈ ગઈ છે.

જો કોરોનાથી સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો  છેલ્લા 24 કલાકમાં 2 હજાર 363 લોકો કોરોનાથી સાજા થયા છે, આ સાખએ જ છેલ્લા 24 કલાકમાં 10 લોકોના કોરોનાથી મોત થયા છે.

મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કેસ

બીજી તરફ સૌથાી વધુ કેસ મહારાષ્ટ્રથી આવી રહ્યા છએ,મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસ વધવા પર ચિંતા વ્યક્ત કરતાં નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે ગુરુવારે કહ્યું કે જો કેસ સતત વધતા રહેશે તો લોકો માટે માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવવો પડશે. બુધવારે, મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 1,081 નવા કેસ નોંધાયા હતા, જે 24 ફેબ્રુઆરી પછી કોઈપણ એક દિવસે નોંધાયેલા કેસોની સૌથી વધુ સંખ્યા છે