Site icon Revoi.in

દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો- 4,500ને પાર પહોચ્યાં નવા કેસ – સક્રિય કેસો પણ 25 હજારથી વધુ

Social Share

 

દિલ્હી- દેશભરમાં કોરોના વાયરસનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે દેશના રાજ્ય નહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસોની સંખ્યા વધી છે જેને કારણે દૈનિક નોંધાતા કેસો હવે 4 હદારને પાર પહોચ્યા છે સાથે જ હવે સક્રિય કેસો પણ વધતા જોવલા મળઅયા છે જેને લઈને મહારાષ્ટ્રમાં માસ્ક લગાવવાની સૂચનાઓ અપાઈ છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ 4 હજાર 518 નવા કેસ સામે આવ્યા છે આ સમયગાળામાં કોરોનામાં 5.8 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 9 લોકોના મોત થયા છે. 

જો સરકારી આંકડા પર નજર કરીએ તો  દેશમાં હાલમાં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 25 હજારને પાર છે હવે સક્રિય કેસો 25 હજાર 782 જોવા મળ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2 હજાર 779 લોકો કોરોના વાયરસને માત આપી છે અને સાજા થયા છે.

દેશમાં કોરોના સામે વેક્સીન અભિયાન પણ ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2,57,187 રસી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ 1,94,12,87,000 રસી આપવામાં આવી છે.

Exit mobile version