Site icon Revoi.in

દિલ્હીમાં 48 કલાકમાં કોરોના પીક પર હોઈ શકે છે- સ્વાસ્થ્ય મંત્રીએ આપી ચેતવણી

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો વ્યાપક પણે ફેલાવો થઈ રહ્યો છે જેમાં મહારાષ્ટ્ર અનેદીલ્હી મોખરે જોવા મળે છે ત્યારે દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી એ આવનારા 48 કલાકમાં કોરોના પીક પર હોઈ શકે છે તેવી ચેતવણી આપી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કોરોનાના ત્રીજી લહેર વચ્ચે દિલ્હીમાં આગામી બે દિવસમાં કોરોનાના કેસ ટોચે પહોંચે તેવી શક્યતા છે. સોમવારે રાજધાનીમાં 19 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા, જે રવિવારના 22 હજાર 751 થી થોડા ઓછા હતા.જો કે આવનારા સમયમાં કેસની સંખ્યા વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આજરોજ મંગળવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે  આ અઠવાડિયે રાજધાનીમાં કોરોનાના કેસ ચરમસીમાએ પહોંચવાની સંભાવના છે અને તે પછી કેસ ઓછા થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

આ સાથે જ તેમણે કહ્યું હતું કે  કોરોનાના કેસ ટોચ પહેલેથી જ આવી ચૂક્યા છે, અથવા એક કે બે દિવસમાં આવશે. તે પીક આ અઠવાડિયે ચોક્કસપણે આવી શકે છે. આ પછી કેસોમાં ઘટાડો થવાનું શરૂ થવું જોઈએ, પરંતુ શક્ય છે કે અમે અન્ય કર્ફ્યુ  પણ લગાવી શકીએ માત્ર એટલા માટે કે લોકોને તેમના સુરક્ષાના ઉપાયો ઓછા ન કરે.