Site icon Revoi.in

દિલ્હીમાં  કોરોનાનો કહેર – 24 કલાકમાં 500 નવા કેસ, જૂન મહિના બાદના સૌથી વધુ કેસ

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા ઓમિક્રોનના કહેર વચ્ચે ફરી એક વખત કોરોનાના કેસોમાં વધારો થઈ રહેલો જોવા મળે છે ત્યારે હવે રાજધાની દિલ્હી યલો શ્રેણીમાં આવ્યા બાદ અહી કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે વિતેલા 24 કલકામાં જ દિલ્હીમાં 500 જેટલા નવા કેસ નોંધાતા ચિંતા વધી છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 496 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન કોરોના સંક્રમણને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં કોરોના કેસની આ સંખ્યા 4 જૂન પછી સૌથી વધુ છે. આ સાથે જ દિલ્હીમાં  કોરોનાનો સકારાત્મકતા દર 0.89% રહ્યો હતો. જે 31 મે પછી સૌથી વધુ છે

પ્રાપ્ત માહતી પ્રમાણે 4 જૂન પછી દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા હમણા નોઁધાણા છે. 4 જૂને દિલ્હીમાં કોરોનાના 523 કેસ નોંધાયા હતા. એ જ રીતે, 31 મે પછી આ સૌથી વધુ હકારાત્મકતા દર છે. 31 મેના રોજ હકારાત્મકતા દર 0.99% હતો.

વધતા કોરોનાના કહેર વચ્ચે ત્ દિલ્હી વાસીઓએ અનેક પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે,વધતા કોરોનાના કેસોને કારણે અનેક જાહેર સ્થળો પર પ્રતિબંઘ લગાવી દેવામાં આવ્યો છએ આ સાથે જ શૈક્ષણિક સંસ્થાો તમામ બંદ કરવાના  આદેશ ગાઈડ઼ લાઈનમાં જારી કરવામાં આવ્યા છે,

Exit mobile version