Site icon Revoi.in

કોરોના સંકટઃ અમદાવાદના 162 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થવાની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં લગભગ 162 જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે. શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન મનપા દ્વારા શહેરના વધુ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયાં છે. જેમાં સૌથી વધુ શહેરના પાલડી , જોધપુર, સેટેલાઇટ, સરખેજ, બોપલ, ગોતા, ચાંદખેડા અને નવરંગપુરાના વિસ્તારોનો સમાવેશ થાય છે. આમ અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 162 થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાથી મનપાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગ માટે ડોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 197 સંજીવની રથ પણ દોડવવામાં આવી રહ્યાં છે.