Site icon Revoi.in

કોરોના ઇફેકટ : સ્પાઇસજેટને ભારતથી યુકે સુધીની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની મળી મંજૂરી

Social Share

બજેટ એરલાઇન સ્પાઇસજેટને ભારતથી યુકે સુધીની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની મંજૂરી મળી છે. કંપનીએ શુક્રવારે આ વિશે શેર બજારને માહિતી આપી હતી. સ્પાઇસ જેટ કંપનીને ભારતની અનુસૂચિત વિમાનમથકનો દરજ્જો મળ્યો છે.

કંપનીએ કહ્યું કે દ્વિપક્ષીય ટ્રાફિક સેવા કરાર હેઠળ ભારત અને બ્રિટન સરકારે સ્પાઈસ જેટને ભારત-યુકે વાયુમાર્ગ પર સેવા શરૂ કરવાની મંજૂરી આપી હતી. એર સર્વિસ એગ્રીમેન્ટ એ એક દ્વિપક્ષીય કરાર છે જે બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વ્યાપારી મુસાફરોની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપે છે.

સ્પાઇસ જેટને આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે કોરોનાવાયરસને કારણે દેશભરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 22 માર્ચથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં એકમાત્ર સરકારી એરલાઇન એર ઇન્ડિયા ભારત અને યુકે વચ્ચે ફ્લાઇટ્સ ચલાવી રહી છે.

દેવાંશી-