Site icon Revoi.in

વિશ્વભરમાં કોરોનાનો કહેર – કોરોના સંક્રમિતોની સંખ્યા વિશ્વમાં 30 કરોડને પાર પહોંચી

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વ ફરી કોરોના મહામારી સામે જંગી લગડ લહી રહ્યું છે,વિશ્વના જૂદા જૂદા દેશોમાં કેસો સતત વધી રહ્યા છથે, વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ કેસ વધવાનું શરુ જ છે ત્યારે કોવિડ -19 રોગચાળાની શરૂઆતથી, વિશ્વભરમાં નોંધાયેલા કોવિડ -19 કેસોની કુલ સંખ્યા શુક્રવારે 30 કરોડને હવે  વટાવી ગઈ છે.

આ સમગ્ર મામલે એએફપી એ સત્તાવાર આંકડાઓના આધારે આ ગણતરી કરીને માહિતી આપી  છે. ચીનમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યાલય દ્વારા ડિસેમ્બર 2019ના અંતમાં આ રોગનો ફેલાવો પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યો હતો. શુક્રવારે, 15:45 GMT પર, કોવિડ -19 કેસની કુલ સંખ્યા 300,042,439 પર પહોંચી ગઈ. ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ગયા વર્ષના અંતની સરખામણીમાં હવે ઓમિક્રોનના સતત કેસ વધી રહ્યા છે, જેની ઓળખ સૌપ્રથમ બોત્સ્વાના અને દક્ષિણ આફ્રિકામાં થઈ હતી.

ઓમિક્રકોનની એન્ટ્રી બાદ દૈનિક કેસો વધ્યા

ઓમિક્રોનની એન્ટ્રી પછી, ઘણા દેશોમાં રેકોર્ડ સંખ્યામાં  કોરોનાના કેસ નોંધાઈ રહ્યા  છે. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વમાં એક કરોડ 35 લાખથી વધુ વાયરસના કેસો મળી આવ્યા છે, જેમાં છેલ્લા સાત દિવસમાં 64 ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે અને સરેરાશ  પ્રતિ દિવસ 19 લાખ 38 હજાર 395  નવા કેસ નોંધાયા છે. કુલ 34 દેશોમાં સાપ્તાહિક કેસોની રેકોર્ડ સંખ્યા જોવા મળી રહી છે. તેમાંથી અઢાર યુરોપમાં, સાત આફ્રિકામાં અને છ લેટિન અમેરિકા અને કેરેબિયનમાં છે.

આટલા દેશોમાં દૈનિક કેસોમાં થયો વધારો

ઓસ્ટ્રેલિયાની જેમ યુએસ અને કેનેડામાં પણ રેકોર્ડ સંખ્યા જોવા મળી છે. છેલ્લા સાત દિવસમાં, સાયપ્રસમાં પ્રતિ 1 લાખ લોકોએ 3,468 કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે આયર્લેન્ડમાં 1 લાખ લોકોએ  દીઠ 2,840 કેસ નોંધાયા છે. તે જ સમયે, આ દર ગ્રીસમાં 2,415, ડેનમાર્કમાં 2,362 અને ફ્રાન્સમાં 2,137 છે.

પાછલા સપ્તાહમાં પ્રતિ  1લાખ લોકો પર 1 હજાર 361 કેસ સાથે ઓસ્ટ્રેલિયા તાજેતરની ઘટનાઓની યાદીમાં 12મા ક્રમે જોવા મળે છે. જો કે, કોવિડના કેસોમાં વધારાને કારણે મૃત્યુ દરના આંકડામાં હજુ સુધી વધારો થયો નથી. આ સાથે જ છેલ્લા સાત દિવસમાં મૃત્યુની દૈનિક વૈશ્વિક સરેરાશ 6,172 છે. જે પાછલા સપ્તાહ કરતાં ત્રણ ટકા ઓછો છે.

જો વાત કરવામાં આવે દક્ષિણ આફ્રિકાની તો પ્રથમ વખત તેની શોધ થયાના એક મહિના પછી, ઓમિક્રોન હવે કોવિડ-19ના અગાઉના સ્વરૂપો કરતાં વધુ સંક્રમિત હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેના પુરોગામી કરતાં ઓછું ગંભીર છે