Site icon Revoi.in

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 5,676 નવા કેસ નોંધાયા ,સક્રિય કેસોની સંખ્યા 37 હજારને પાર

Social Share

દિલ્હીઃ- ફરી એક વખત દેશભમાં કરોનાના કેસ ઝપડથી વધ્યા છે જેને લઈને દરેક રાજ્.ો એલર્ચટ બન્યા છે તો કેટલાક રાજ્યોમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવાયું છએ તો વળઈ કેટલાક રાજ્યોએ કોરોનાને લઈને ગાઈડલાઈન પણ રજૂ કરી છે ત્યારે આજે દિલ્હી એઈમ્સે પણ ગાઈડલાઈન રજુ કરી છે, આવી સ્થિતિમાં છેલ્લા 24 કલાકમાં ફરી 5 હજારને પાર કોરોનાના નવા કેસો નોંધાયા છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ  છેલ્લા 24 કલાક દરમિયાન  કોરોનાના 5 હજાર 676 નવા કેસ નોંધાયા છે, જ્યારે સોમવારે આ સંખ્યા 5,880 હતી. જો કે ગઈકાલની તુલનામાં આજે નોંધાયેલા કેસ થોડા ઓછા જોવા મળ્યા છે.

આ સાથે જ દેશમાં હવે સક્રિય કેસોની સંખ્યા પણ સતત વધવા લાગી છએ,હવે એક્ટિવ કેસો વધીને 37 હજારને પાર પહોંચી ચૂક્યા છે.આ સાથે જ જો કોરોનામાંથી સાજા થનારા દર એટલે કે  રિકવરી રેટની વાત કરીએ તો તે  વધીને 98.73 ટકા જોવા મળે  છે.

આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત નોંધાયા છે, આ સહીત કોરોનાનો મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે . કોવિડ-19ને લઈને AIIMSના સ્ટાફ માટે નવો પ્રોટોકોલ જારી કરવામાં આવ્યો છે. આ અંતર્ગત AIIMS કેમ્પસમાં એકસાથે 5 લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે કોઈપણ પ્રકારની મોટી કોન્ફરન્સ ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે.