Site icon Revoi.in

કોરોનાનો કહેર – કર્ણાટકમાં વધુ 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા

Social Share

 

દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ વચ્ચે કોરોનાના કેસોમાં પણ સામાન્ય વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશના ઘણા રાજ્યોની સરકારોએ શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે જો કે શાળાઓ ખુલતાની સાથે જ કેટલીક જગ્યાઓએ કોરોનાનો કહેર ફેલાવાનું શરુ થયું છે.

ઉલ્લેખનીય છે કે શાળાઓ અને કોલેજોમાં પણ કોરોનાના નવા કેસ નોંધાયા છે. કર્ણાટકના તુમકુર જિલ્લા આરોગ્ય અધિકારીએ આડ રોજ બુધવારે જણાવ્યું હતું કે, સમાચાર જિલ્લાની બે નર્સિંગ કોલેજોમાં 15 વધુ વિદ્યાર્થીઓએ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે

મળતી માહિતી પ્રમાણે આ તમામ 15 સંક્રમિત લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં અલગ રાખવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ આગળના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.આ પહેલા, હાસન જિલ્લામાં સરકારી રહેણાંક છાત્રાલયના 13 વિદ્યાર્થીઓ અને ચામરાજનગરમાં મેડિકલ કોલેજના સાત વિદ્યાર્થીઓએ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

હાલમાં સકારાત્મક પરીક્ષણ કરનારા કેટલાક વિદ્યાર્થીઓ કેરળના છે. નવા ઓમિક્રોન વેરિઅન્ટ અંગેની આશંકાઓને કારણે, રાજ્ય સરકારે તેના પરીક્ષણ અને પગલાંને વધુ વેગ આપ્યો છે.અને તકેદારી જાળવી છે.વધતા કેસ વચ્ચે સંપર્કમાં આવેલા લોકોના પમ પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે

કર્ણાટકના મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મએ બુધવારે જણાવ્યું હતું કે સરકાર આરોગ્ય અને ફ્રન્ટલાઈન કામદારોને રસીના બૂસ્ટર ડોઝ આપવા માંગે છે. તેમણે કહ્યું કે તેઓ આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ચર્ચા કરશે