Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર – મુંબઈમાં 99 ટકાથી પણ વધુ સેમ્પલ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત મળ્યા

Social Share

મુંબઈઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે આવી સ્થિતિમાં મબારાષ્ટ્ર મોખરે છે,મહારાષ્ટ્રના શહેર મુંબઈમાં કોરોનાના કેસ સૌથી વધુ છે ત્યારે હવે એક ચોંકાવનારી બાબત આ મામલે માસે આવી છે

જાણકારી પ્રમાણે મહાનગરમાં 12મી જીનોમ સિક્વન્સિંગ સિરીઝ દરમિયાન, 279 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 278 નમૂનાઓ સાર્સ-કોવ-2 વાયરસના ઓમિક્રોન સ્વરૂપ અને ડેલ્ટા સ્વરૂપ સાથેના એક નમૂનાથી સંક્રમિત હોવાનું જણાયું હતું

આ અંગે વિતેલા દિવસને સોમવારે બીએમસી દ્રારા આ માહિતી આપવામાં આવી હતી. નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું કે BMC દ્વારા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલની જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં સિક્વન્સિંગની 12મી શ્રેણીમાં 279 કોવિડ-19 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 202 નમૂનાઓનું પરીક્ષ મુંબઈ અને બાકીના સેમ્પલ શહેરની બહારના હતા.

20 વર્ષ સુધીની વય જૂથના તમામ 24 દર્દીઓના નમૂનાઓ કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત હોવાનું જણાયું હતું, પરંતુ તેમાંથી કોઈમાં પણ આ રોગના કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.

એકત્રિત કરેલા નમૂનાઓમાં દરેક વયના લોકોનો સમાવેશ

મુંબઈના 202 સેમ્પલમાંથી 201 એટલે કે 99.5 ટકા સેમ્પલ ઓમિક્રોનથી સંક્રમિત જણાયા હતા અને એક નમૂના ડેલ્ટા સ્વરૂપથી સંક્રમિત જણાયો હતો.BMC મુજબ, 202 દર્દીઓમાંથી, 24 દર્દીઓ એટલે કે 12 ટકા જેટલા લોકો  20 વર્ષ સુધીની વય જૂથના છે, 88  દર્દીઓ એટલે કે 44 ટકા ટકા લોકો  21 થી 40 વર્ષની વય જૂથમાં, 52 દર્દીઓ એટલે કે 26 ટકા લોકો  41 થી 60 વર્ષની વય જૂથ, 32 દર્દીઓ દર્દીઓ એટલે કે 13 ટકા લોકો 61 થી 80 વર્ષની વય જૂથના હતા અને માત્ર પાંચ દર્દીઓ જે માત્ર 2 ટાકે છે કે જેઓ  80 વર્ષથી વધુ હતા.

Exit mobile version