Site icon Revoi.in

ગીર-સોમનાથના વેરાવળમાં કોરોનાના ઉડ્યા ઘજાગરાઃ- હજારોની ભીડમાં મેરેથોન દોડનું  થયું આયોજન

Social Share

 

ગીર-સામનાથઃ- જ્યાં એક બાજબ દેશમાં દાનિક કેસો વધી રહ્યા છે  અને અનેક પ્રકારની પાબંધિઓ લાગૂ કરી દેવામાં આવી છે ત્યા બીજી તરફ ગુજરાતના ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ મથકમાં હજારોની ભીડ એકઠી કરીને મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, આ જોતા જાણે કોરોનાની દોડ દોડાઈ રહી હોય તેવું લાગ્યું હતું,

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ રવિવારે વેરાવળમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.ગુજરાતમાં  6 હજાર જેટલા કેસો નોંધાઈ રહ્યા છએ જ્યા બીજી તરફ આવી દોડનું આયોજન કરીને કોરોનાનો વિસ્ફોટ સર્જવાની તૈયારીઓ થી રહી છે.

આ દોડમાં હજારો સ્પર્ધકોએ ભાગ લીઘો હતો આ સહીત અનેક લોકો તેને જોવા માટે આવી નિકળ્યા હતા. જ્યા કોરોનાના નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું ન હતું. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા.

આ સાથે જ  જાણવા મળી રહ્યું છે કે અનેક  નેતાઓની અને સાંસદની હાજરીમાં આ દોડનું આયોજન થયું હતું અને તેમણે આ દોડને લીલી ઝંડી બતાવી હતી.આ દોડને લઈને અગાઉથી કોઈ પણ પરવાનગી પણ લેવામાં આવી નહતી.

ત્યારે હવે આ દોડના આયોજનને લઈને કોરોનાના નિતી નિયમો પર એનેક સવાલો ઊભા થઈ રહ્યા છે,જેનું એક કારણ એ પમ છે કે દોડને જોવા માટે પોલીસથી લઈને અનેક મોટા નેતાઓ પણ પહોંચ્યા હતા, ત્યારે એક બાજૂ કોરોનાનો કહેર છે ને બીજી તરફ હજારોની સંખ્યામાં એક જગ્યાએ ભીડ એકઠી કરવી તે કેટલું યોગ્ય છે?. જો આ દોડમાં થોડા ઘણા લોકો પC કોરોના સંક્રમિત હશે તો આવનારા દિવસોમાં વેરાવળમાં કોરોના વિસ્ફોટ થાય તો તે નવાઈની વાત નહી હોય.