1. Home
  2. Tag "veraval"

વેરાવળમાં કરોડોની કિંમતના ડ્રગ્સ કેસમાં પ્રશંસનીય કામગીરી કરનારી પોલીસને સરકાર આપશે ઈનામ

અમદાવાદઃ ગીર સોમનાથના દરિયાઇ પટ્ટી પરથી કરોડોનું હેરોઇન ઝડપાયું છે. ગીર સોમનાથના વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી 350 કરોડનું હેરોઇન ઝડપાયુ છે. 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1 સેટેલાઇટ ફોન, 2 બોટ અને 1 વાહન જપ્ત કરવામાં આવી છે. વેરાવળ દરિયાઇ માર્ગથી ડિલેવરી પહેલા પોલીસે કાર્યવાહી કરી છે. હેરોઇન ક્યાંથી […]

વેરાવળના ઉકડિયા ગામે ચાર વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, બાળકનો મૃત મળ્યો

વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં દીપડાનો ત્રાસ વધતો જાય છે. વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં મકાનના ફળિયામાં રમી રહેલા ચાર વર્ષના બાળકને  દીપડો ઉઠાવી ગયો હતો. આ બનાવની જાણ થતાં ગ્રામજનો એકઠા થયા હતા. અને બાળકની શોધખોળ કરવા લાગ્યા હતા. દરમિયાન એકાદ કલાકની જહેમત બાદ બાળક નજીકના વોકળા વિસ્તારમાં બોરડીમાં ઇજાગ્રસ્ત સ્થિતિમાં બાળક મળી આવ્યો […]

ગીરસોમનાથમાં આભ ફાટ્યું : સુત્રાપાડમાં 22 અને વેરાવળમાં 19 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં આજે વરસાદની સ્થિતિ યથાવત છે. 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઇંચ, વેરાવળમાં 19 ઇંચ,  તલાલામાં 12 ઇંચ, કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 12 ઇંચ, ઉપલેટામાં 5 ઇંચ  અને  જામંકંડોરણાના 7 ઇંચ વરસાદ થયો […]

ગીર-સોમનાથ જીલ્લામાં વરસાદનો કહેર , વડુમથક ગણાતા વેરાવળમાં ચારેતરફ પાણી જ પાણી

સાહીન મુલતાની- ગીર-સોમનાથઃ- રાજ્યભરમાં ચોમાસું બરાબર જામી ચૂકી છે ત્યારે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના હાલ બેહાલ બન્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ગીર સોમનાથ જીલ્લાની તો અહી સતત 3 દિવસથી વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરીને ગીર સોમનાથનું વડુમથક ગણાતા વેરાવળમાં પરિસ્થિતિ એવી […]

વેરાવળની ખાનગી સ્કૂલમાં નાસ્તો કર્યા બાદ 50 બાળકોને ફુડપોઈઝનિંગ થતાં હોસ્પિટલ ખસેડાયાં

વેરાવળઃ  શહેર નજીક આવેલી ખાનગી સ્કૂલના 50 જેટલા બાળકોને બપોરે નાસ્તો કર્યા બાદ  ફૂડ પોઇઝનિંગ થતાં બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. ત્યારે આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. અને બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વેરાવળ નજીક આવેલી ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થતાં આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. […]

વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 17 તાલુકામાં ધોધમાર વરસાદ, વેરાવળમાં દસ ઈંચ જેટલો વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરના પગલે 17 જેટલા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠા નજીક વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અત્યાર […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકોનું વેરાવળમાં ભવ્ય સ્વાગત, ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ  માટે ખાસ મદુરાઈથી સ્પેશિયલ ટ્રેનમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તમિલ બાંધવો- ભગીનીઓનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલ સંગમ કાર્યક્રમના ઉપક્રમે વર્ષો બાદ મૂળ વતનની મુલાકાતે આવેલા બંધુઓને  આવકારવા માટે સૌરાષ્ટ્રના દરેક […]

ગુજરાતઃ વેરાવળ અને બોટાદ સહિત 8 જિલ્લામાં નવા ચેરીટી કચેરી ભવનનું નિર્માણ થશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 જિલ્લામાં નવા નિર્માણ થનારા ચેરિટી કચેરી ભવનોના ઇ-ખાતમૂર્હત કરતાં જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાસભર ચેરિટી કચેરી ભવનો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી આ આઠ ભવનોની ખાતમૂર્હત વિધિ વિડીયો કોન્ફરન્સથી સંપન્ન કરી હતી. ગીર સોમનાથના વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને […]

વેરાવળમાં દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ આખરે રાહતનો શ્વાસ લીધો

વેરાવળઃ તાલુકાના આદ્રી ગામેથી ગુરૂવારે સવારે દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે. કેદ થયેલા દીપડાની રંજાડથી ગ્રામજનોમાં ભય પ્રસર્યો હતો, જેને લઈ વન વિભાગે તેને કેદ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં કેદ થયેલા દીપડાને નજીકના એનીમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વેરાવળના સીમાડાના દરીયા કાંઠાના ગામોમાં સિંહ, દીપડા […]

ગીર સોમનાથના  વેરાવળમાં ફાયર સેફ્ટિને લઈને ચેકિંગ હાથ ઘરાયું – બે હોટલ સહીત કોમર્શિયલ કોમ્પલેક્ષને  વાગ્યા તાળા

વેરાવળામાં ફાયર સેફ્ટિને લઈને કાર્યવાહી કોમર્શિયલ કોમ્પ્લેકસમાં કાર્યરત તમામ વ્યવસાય સ્થળો સીલ ગીર-સોમનાથનું મથક ગણાતા વેરાવળમા વિતેલા દિલસે ફાયર સેફ્ટિને લઈને મોટ કાર્યવાહી કરવામાં આવી હતી,પાલિકાના અઘિકારીઓ દ્રારા વેરાવળના ઘણા સ્થળોએ આજરોજ  ફાયર સેફ્ટી નું ચેકિંગ કરવામાં આવ્યું હતું  પ્રાપ્ત માહિતી પ્રમાણે વેરાવળની વચોવચ્ચ આવેલા  એસટી બસ સ્ટેશન પાસે આવેલી આનંદધામ કોમ્પ્લેકસમાં કાર્યરત બે હોટલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code