વેરાવળ, 22 ઑક્ટોબર, 2026 – Shree Somnath Sanskrit University, Veraval શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના વીસમા(૨૦) યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા.૨૩-૧૦-૨૦૨૬ના શુક્રવારે સવારે ૧૧:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં યોજાશે. વીસમા યુવક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં યોજાનાર કાર્યક્રમોની યાદી નીચે મુજબ છે.
(૧) ૨૦મો યુવક મહોત્સવ – કુલ ૪૫ જેટલી સ્પર્ધાઓનું આયોજન થનાર છે, જેમાં ૧૪ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ચિત્ર તથા ૩૧ રમત ગમત સ્પર્ધાઓ યોજાશે. આ યુવક મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન સંસ્કૃત કોલેજોના સ્પર્ધકો ભાગ લેશે.
(૨) સંસ્કૃત શોભાયાત્રા – તા.૨૩-૧૦-૨૦૨૬ શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ટાવર ચોક, વેરાવળથી યુનિવર્સિટી સુધી એક સુંદર સંસ્કૃત શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. યુનિવર્સિટીના પદાધિકારીઓ, રાજ્યભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો, અધ્યાપકો/આચાર્યો અને યુનિવર્સિટી કર્મચારીગણ આ યાત્રામાં ભાગ લેશે.
(૩) પુસ્તક વિમોચન – યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકનું મંચસ્થ મહાનુભાવોનાં હસ્તે વિમોચન કરવામાં આવશે.
આ સમારોહમાં અધ્યક્ષરૂપે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કા.કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા તેમજ અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા આમંત્રકરૂપે ઉપસ્થિત રહેશે. વિશેષ અતિથિરૂપે અનુસ્નાતક ભવનના નિદેશક પ્રો. વિનોદકુમાર ઝા અને વિજ્ઞાન-અભિનવવિદ્યા સંકાયના ડીન/અધ્યક્ષ ડૉ. જાનકીશરણ આચાર્ય ઉપસ્થિત રહેશે.
૨૦મા યુવક મહોત્સવમાં ડૉ.જયેશકુમાર મુંગરા, શ્રી રવીન્દ્ર કાળે, ડૉ.જીગર ભટ્ટ, અને ડૉ. કિરણકુમાર ડામોર સંયોજક તરીકે કામગીરી કરી રહ્યા છે. યુનિવર્સિટી તરફથી સૌ નગરજનો તથા આમંત્રિતોને ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.


