Site icon Revoi.in

કોરોનાને કારણે બાળકોની માનસિક સ્થિતિ પર માઠી અસર  – દેશમાં દરરોજ 31 બાળકો કરી રહ્યા છે આત્મહત્યા

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીએ લોકોએ આર્થિક અને માનસિક બન્ને રિતે કંગાળલકર્યા છે, જો કે દેશની અર્થવ્યવસ્થા તો પાટે ચઢી ગઈ છે પરંતુ સામાન્ય લોકોની હાલત કફોળી બની છે, ખાસ કરીને કોરોનાના કારણે માનસિક સ્થિતિમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે.

જો આ બાબતે બાળકોની વાત કરીએ તો નિષ્ણાતોના મતે, મહામારીને કારણે શાળાઓ અને રમતગમતની પ્રવૃત્તિઓ બંધ થવાને કારણે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર ખરાબ અસર પડી છે. બાળકોની સુરક્ષા માટે કામ કરતી એનજીઓ સેવ ધ ચિલ્ડ્રનનાં ડેપ્યુટી ડાયરેક્ટરે આ બાબતે જણાવ્યું હતું કે કોરોનાના પરિણામે શાળાઓ બંધ થવા ઉપરાંત સામાજિક એકલતાના કારણે બાળકો સહિત પુખ્ત વયના લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

તેમણે વધુમાં આ મામલે જણાવ્યું હતું કે આપણે એક સમાજ તરીકે રાષ્ટ્રીય માનવ મૂડી બનાવવા માટે બાળકોના શિક્ષણ અને શારીરિક સ્વાસ્થ્ય જેવી મૂળભૂત બાબતો પર ધ્યાન આપીએ છીએ, પરંતુ તે દરમિયાન અમે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપીએ છીએ અથવા તેમને માનસિક અને સામાજિક રીતે ટેકો આપવા પર ધ્યાન આપતા નથી.

આ સમગ્ર બાબતે સરકારી આંકડાઓ પર એક નજર કરીએ તો વર્ષ 2020માં ભારતમાં દરરોજ સરેરાશ 31 બાળકોએ આત્મહત્યા કરી હતી. નિષ્ણાંતોએતેનું કારણ કોરોના મહામારીના કારણે બાળકો પર પડેલા માનસિક તણાવને ગણાવ્યું છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એ જારી કરેલા આકંડાઓ પ્રમાણે 2020માં દેશમાં 11 હજાર 396 બાળકોએ આત્મહત્યા કરી હતી, જે 2019ની સરખામણીમાં 18 ટકા વધુ કહી શાય છે.

એનસીઆરબી ના ડેટા પ્રમાણે જો વાત કરીએ તો 2019માં 9 રહજાર 613 બાળકોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2018માં 9 હજાર 413 બાળકોએ આત્મહત્યા કરી હતી. આ સાથએ જ 18 વર્ષથી ઓછી ઉંમરના 4 હજાર 6 બાળકોને પારિવારિક સમસ્યાઓ હતી, 1 હજાર 337 બાળકોના પ્રેમ સંબંધો હતા, 1 હજાર 327 બાળકોએ બીમારીના કારણે આત્મહત્યા કરી હતી. તો કેટલાક બાળકોના આત્મહત્યા પાછળ વૈચારિક કારણો હતા, બેરોજગારી, નાદારી, નપુંસકતા અને ડ્રગ્સનો ઉપયોગ જેવા  અન્ય કારણો હતા.

બાળકોમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો થતા સમગ્ર તંત્રની નિષ્ફળતા છતી થઈ છે. માતા-પિતા, પરિવારો, પડોશીઓ અને સરકારની સામૂહિક જવાબદારી છે કે બાળકો તેમના ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈ શકે અને તેમના સપના સાકાર કરી શકે તેવું અનુકૂળ વાતાવરણ ઊભું કરવું.