Site icon Revoi.in

કોરોનાનો વધતો કહેર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1,805 નવા કેસ નોંધાયા, 6 લોકોના મૃત્યું

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે કેસ ઘીરે ઘીરે  કેસમાં વધારો થઈ રહ્યો છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા દેશમાં કોરોના ધીમે ધીમે મરી રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ હવામાનમાં આવેલા બદલાવ વચ્ચે ફરી એકવાર કોરોનાના નવા કેસ ઝડપથી વધવા લાગ્યા છે.

છેલ્લા 7 અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 1800 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. જો કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો  દેશમાં કોરોનાના  1 હજાર 805 નવા કેસ નોંધાયા છે.આ સાથે જ 6 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.ગઈકાલની સરખામણીએ આજે ​​દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં, ચંદીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કારણે 1-1 મૃત્યુ નોંધાયા છે, જ્યારે કેરળમાં બે મૃત્યુ થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં કોરોનાના 85 ઓછા નવા કેસ નોંધાયા છે.

આ સાથે જ દેશભરમાં કોરોના વાયરસ ચેપના સક્રિય કેસોની સંખ્યા વધીને 10,300 થઈ ગઈ છે. આ સાથે જ દેશમાં દૈનિક સંક્રમણ દર 3.19 ટકા નોંધાયો હતો જ્યારે સાપ્તાહિક ચેપ દર 1.29 ટકા જોવા મળે છે.મંત્રાલયે કહ્યું કે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.02 ટકા છે, જ્યારે ચેપમાંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.79 ટકા છે.