Site icon Revoi.in

કોરોના હજુ ગયો નથી અને હવે હેપેટાઈટિસનો ખતરો, બાળકો બની રહ્યા છે શિકાર

Social Share

દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં રોજેરોજ 2500ની આસપાર કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે વિદેશમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું છે. તો કોરોનાના નવા વેરિયન્ટ એ પણ જોવા મળતા રહે છે ત્યારે કોરોનાના કહેર વચ્ચે વધુ એક બીમારીએ દસ્તક આપી છે. જેણે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આ બીમારી બાળકોને પોતાનો શિકાર બનાવી રહી છે. આ બિમારીનું નામ રહસ્યમયી હેપેટાઈટિસ છે.

આ બીમારીને કારણે અત્યાર સુધીમાં એક બાળકનું મોત પણ થઈ ચૂક્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 12 દેશોમાં આ બિમારીના 169 દર્દી મળી ચુક્યા છે.તેની ગંભીરતા જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એલર્ટ પણ જાહેર કરી દીધું છે

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર તેનાથી પીડિત થવા પર બાળકોના લીવર પર સોજો આવે છે. તેનાથી બાળકનું મોત પણ થઈ શકે છે.આં બીમારી 1 મહિનાથી લઈ 16 વર્ષ સુધીના બાળકોને પોતાનો શિકાર બનાવે છે.આ બિમારીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે, કે તેની ચપેટમાં આવેલા લગભગ 17 બાળકોના લીવરને ટ્રાંસપ્લાંટ કરવું પડ્યું છે.

WHOનું મુજબ, આ બિમારીથી પીડિત બાળકોની અંદર લિવરમાં બળતરા, પીળીયો, પેટદર્દ, ડાયરિયા અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ છે. ત્યારે આવા સમયે જો આપનું બાળક પણ આવી રીતે પીડાતું હોય તો તાત્કાલિક ડોક્ટરને બતાવો.

Exit mobile version