Site icon Revoi.in

વર્ષ 2022માં આવી શકે છે કોરોનાનો અંત : WHO

Social Share

દિલ્હી: કોરોના મહામારી કે જે હવે દુનિયાના મોટા ભાગના દેશો માટે માથાનો દુખાવો બની ગઈ છે તેને લઈને હવે WHOએ મહત્વની જાણકારી આપી છે. જાણકારી અનુસાર WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે,વર્ષ 2022માં કોરોના મહામારીનો અંત થશે. WHOના પ્રમુખ ડૉ.ટેડ્રસ અધનોમનું કહેવુ છે કે કોરોનાનું આ છેલ્લુ વર્ષ હોઇ શકે છે.

WHOના પ્રમુખએ સાથે શરત પણ જણાવી કે જો વિકસિત દેશો પોતાની વેક્સિન અન્ય દેશો સાથે શેર કરશે તો આમ થવાની શક્યતા છે.પરંતુ સંકુચિત રાષ્ટ્રવાદ અને વેક્સિન જમાખોરો આમ કરવામાં બાધારૂપ બની શકે છે.

વધુમાં એમ પણ કહ્યુ કે કોરોના વાયરસ ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે.ડૉ. ટેડ્રસે કહ્યું કે વેક્સિનની અસમાનતાએ જ ઓમીક્રોન વેરિયન્ટને જન્મ આપવા માટે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે. વેક્સિનની અસમાનતા જેટલી વધુ રહેશે તેટલુ જ કોરોના વાયરસ વિકસિત થવાનું જોખમ વધતુ રહેશે. જેને આપણે નજરઅંદાજ ન કરવું જોઇએ.

UKHSAદ્વારા જાહેર કરેલા ડેટા જણાવે છે કે જો તમે વેક્સિનેટેડ નથી તો હોસ્પિટલમાં ભરતી થવાની સંભાવના 8 ઘણી વધારે રહે છે. જેથી જે લોકોએ અત્યાર સુધી એક પણ ડોઝ લીધો ન હોય તેમણે જલ્દીથી વેક્સિન લેવી જોઇએ. હાલના આંકડા જણાવી રહ્યા છે કે દુનિયાના ઘણા ભાગો વેક્સિન લેવા અંગે પાછળ છે. બુરંડી, ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોન્ગો,ચાડ અને હૈટી જેવા દેશોમાં સંપૂર્ણ રીતે વેક્સિનેટ થનારા માત્ર એક ટકા જ લોકો છે. જ્યારે ધનવાન દેશોમાં આ આંકડો 70 ટકાથી પણ વધુ હોવાની સંભાવના છે

Exit mobile version