Site icon Revoi.in

દેશમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ – એક જ દિવસમાં 1 લાખ 40 હજાર કેસ નોંધાયા

Social Share

 

દિલ્હીઃ-દેશમાં કોરોના વાયરસના કેસો વધવાની ગતિ ઝડપી થઈ રહી છે,દિવસેને દિવસે કેસોની સંખ્યા બમણી થતી જોવા મળી રહી છે, વિતેલા દિવસને શનિવારે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 40 હજારથી વધુ નવા કેસનો આંકડો સામે આવ્યો છે.જે કોરોનાની બીજી લહેરની સ્થિતિ સમાન જોઈ શકાય છે,

ઉલ્લેખનીય છે કે  7 મહિના બાદ સતત બીજા દિવસે 1 લાખથી વધુ નવા કેસ મળી આવ્યા છે.આ સાથે જ  શુક્રવારે મોડી રાત્રે, 1 લાખ 41 હજાર 525 નવા કેસ મળી આવ્યા હતા, જ્યારે આ ગણતરી દરમિયાન હજી પણ બે નાના રાજ્યોના ડેટા આવવાના બાકી હતા. તેના પરથી અંદાજો લગાવી શકાય કે કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઈ ચૂકી છે.

ડિસેમ્બર મહિનાના એન્ડ એટલે કે 28 ડિસેમ્બરથી કેસ સતત વધી રહ્યા છે. આ 11 દિવસમાં દરરોજ 20 ટકા વધુ નવા કેસ જોવા મળ્યા છે. આટલું જ નહીં, આમાંથી 4 દિવસો એવા હતા જ્યારે કોરોનાના નવા કેસોની વૃદ્ધિ 40 ટકાથી વધુ હતી. આ સિવાય બે દિવસ એવા છે જ્યારે નવા કેસની સંખ્યા ગઈકાલની સરખામણીમાં 55 ટકા વધુ છે.

જોકે, રાહતની વાત એ છે કે નવા કેસોમાં થયેલા વધારાની સરખામણીમાં મૃત્યુઆંક ઘણો ઓછો છે. શુક્રવારે, દેશભરમાં 129 લોકોનાં મોત નીપજ્યાં,જો કે હવે તે વાત સ્પષ્ટ છે કે નવા કેસોની સંખ્યા હવે કોરોનાના બીજી લહેરની જેમ ટોચના સ્તરે પહોંચી રહી છે. મુંબઈમાં એક જ દિવસમાં 20,971 નવા કેસ મળી આવ્યા છે, જે કોરોનાની શરૂઆત પછીનો સૌથી વધુ આંકડો છે.ત્યાર બાદ દેશની રાજધાનિ આવે છે જ્યા કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.