Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો – છેલ્લા 1 દિવસમાં 833 નવા કેસો સામે આવ્યા, 15ના મોત

Social Share

 

મુંબઈઃ- દેશભરમાં વિતેલા વર્ષથી શરુ થયેલી કોરોના મહામારી હાલ પણ યથાવત છે, દેશનાકેટલાક રાજ્યોમાં આજે પણ કોરોનાના છૂટાછવાયા કેટલાક કેસો નોંધાતા રહેતા હોય છેત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં પમ ફરી એક વખત કોરોના વકર્યો છે.

જો મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અહીં  833 નવા કેસો સામે આવ્યા છે તેની સામે 15 લોકો એ કોરોનામાં પોતાના જીવ ગુમાવ્યા છે.આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 66 લાખ 29 હજાર 577 થઈ ચૂકી છે અને મૃત્યુ પામનારાની સંખ્યા 1 લાખ 40 હજાર 722 થઈ છે.

કોરોના મામલે આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 2 હાજર 271 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અર્થાત તેઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે,. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 64 લાખ 74 હજાર 952 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.

જો રાજ્યમાં સક્રિય કેસોની વાત કરીએ તો હાલ  10 હજાર 249 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં કોવિડ-19માંથી રિકવરી રેટ 97.67 ટકા અને મૃત્યુ દર 2.12 ટકા નોંધાયો છે. અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં સૌથી વધુ કેસ નોઁધાયા છે જેની સંખ્યા 188 છે અને પુણેના ગ્રામીણ વિસ્તારમાં 100 નવા કેસ નોંધાયા છે. પુણે શહેરમાં 88 નવા કેસ સામે આવ્યા છે.